Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામીન પર મુક્ત થઈ આવેલા પુત્રએ ધમાલ કરીઃ
જામનગર તા. ૧૫: જામનગરના પુનીતનગરમાં વસવાટ કરતા એક પ્રૌઢે પોતાના જ પુત્ર સામે ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપવા અંંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પિતાએ ચારેક દિવસ પહેલાં પોલીસમાં કરેલી પુત્ર વિરૂદ્ધની અરજીના કારણે ઉશ્કેરાયેલા પુત્રએ ગઈકાલે રાત્રે ફરીથી ધમાલ કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના ગાંધીનગર નજીક પુનીતનગરમાં રહેતા રતુભા હનુભા જાડેજા નામના પ્રૌઢ ગઈકાલે રાત્રે પુનીતનગર પાસે હતા ત્યારે ત્યાં તેમનો પુત્ર દિવ્યરાજ આવ્યો હતોે.
આ શખ્સે પોતાના પિતાને અગાઉની પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી ગાળો ભાંડવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળી ગયેલા પિતા રતુભા જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ થોડા દિવસ પહેલાં ઘરમાંથી કેટલીક રકમ ગુમ થઈ હતી. તે રકમ પુત્ર દિવ્યરાજ લઈ ગયો હોવાની પિતાને શંકા પડી હતી અને છેલ્લા કેટલાક મહિનાઓથી નશાની હાલતમાં ઘરે આવતા પુત્રને તે બાબતે પૂછવામાં આવતા તેણે ચોક્કસ જવાબ ન આપતા આ રકમ પોતાનો પુત્ર ચોરી ગયો છે તેવી ફરિયાદ કરવા ગયેલા રતુભા હનુભાની અરજી લેવામાં આવી હતી. તે દરમિયાન નશાની હાલતમાં ધમાલ કરતા આ શખ્સને પોલીસે પકડી લઈ ગુન્હો નોંધ્યો હતો.
તેમાંથી જામીનમુક્ત થઈ ગઈકાલે રાત્રે ફરીથી પુત્ર દિવ્યરાજ આવ્યો હતો અને તેણે પિતા સાથે ફરીથી દંગલ મચાવી ધમકી પણ આપતા વાજ આવી ગયેલા પિતાએ પોલીસનું શરણું લીધુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial