Advertisement
Author: નોબત સમાચાર

શહેરની સોસાયટીમાં વૈભવી મોટરમાં કાચ ફોડી એક શખ્સે કર્યું રૂ।.૬૦ હજારનું નુકસાન

મોટરમાં એક બાજુ ગોબો પણ પાડી દેવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગરના રામેશ્વરનગર પાછળ નવજીવન સોસાયટીમાં રાખવામાં આવેલી એક મોટરમાં ગુરૂવારે બપોરે એક શખ્સે ચાર કાચ ફોડી નાખ્યાની અને એક બાજુ ગોબો પાડી દઈ અંદાજે રૂ।.૬૦ હજારનું નુકસાન કર્યાની મોટરના માલિકે પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ મધુરમ રેસીડેન્સીમાં રહેતા જેઠવા પ્રદ્યુમનસિંહ પ્રવીણસિંહ નામના આસામીએ પોતાની જીજે-૧૮-ઈએ ૨૯૯૦ નંબર વાળી બીએમડબલ્યુ મોટર ગઈ તા.૧૩ના દિને રામેશ્વરનગર પાછળ નવજીવન સોસાયટીમાં મૂકી હતી. આ મોટરમાં નુકસાની કરવામાં આવી છે.

ઉપરોક્ત મોટરમાં આગળ પાછળના કાચ ફોડી નાખવા ઉપરાંત ડાબી બાજુના બંને દરવાજાના કાચ અને ડ્રાઈવર સીટની બાજુના દરવાજાની આગળની બાજુ ગોબો પાડી દેવામાં આવ્યો છે.

આ મોટરમાં અંદાજે રૂ।.૬૦ હજારનું નુકસાન કરાતા પ્રદ્યુમનસિંહએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જયપાલસિંહ ચુડાસમા સામે શંકાની સોય તાણી છે. પીએસઆઈ જે.એસ. ગોવાણીએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh