Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫: દેશના સ્વતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવાય છે. પણ તિરંગાનું વિતરણ થયા પછી રાષ્ટ્ર ધ્વજનું સન્માન જળવાતુ નથી તેવું અનેક કિસ્સામાં જોવા મળે છે. રાષ્ટ્ર ધ્વજને ફરકાવ્યા પછી તેને સન્માન સાથે ઉતારી લેવો જોઈએ. પણ અનેક સ્થળે ઘરો-દુકાનો-બિલ્ડીંગો ઉપરથી ઘણાં દિવસો સુધી તિરંગો ઉતારાતો નથી, પરિણામે રાષ્ટ્ર ધ્વજ મેલો, ફાટેલો અને જર્જરિત થયેલો જોવા મળે છે. સરકારે મફતમાં તિરંગાનું વિતરણ કરવાને બદલે લોકો પોતાના ખર્ચે તિરંગો ફરકાવે અને સન્માન જાળવવાના નિયમોનું ચૂસ્તપણે પાલન થાય તે જરૂરી છે. બાકી સરકાર જ રાષ્ટ્ર ધ્વજના અપમાનમાં નિમિત્ત બની રહી છે. જેથી રાષ્ટ્ર ધ્વજ અંગે માર્ગદર્શન સાથે તિરંગાનું સન્માન જાળવવામાં આવે તો જ સાચો દેશપ્રેમ હોવાનું જાગૃત નાગરિક સુનિલ ઝાલાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial