Advertisement
Author: નોબત સમાચાર

રતનબાઈ મસ્જીદ પાસે ઘોડીપાસાથી જુગાર રમતા બે શખ્સ સામે કાર્યવાહી

ત્રણ સ્થળેથી વર્લીબાજ મળી આવ્યાઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૧૫: જામનગરના રતનબાઈ મસ્જિદ સર્કલમાંથી ગઈકાલે બે શખ્સ ઘોડીપાસાથી જુગાર રમતા મળી આવ્યા છે. દરબારગઢ સર્કલમાંથી બે અને લાલપુરમાંથી વર્લીબાજ ઝડપાયો છે. ઉપરાંત ચલણી સીક્કો ઉછાળી જુગાર રમતા ૩ સામે કાર્યવાહી કરાઈ છે.

જામનગરના રતનબાઈ મસ્જીદ વિસ્તારમાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પાડેલા દરોડામાં હસન હાજીભાઈ આંબલીયા, મહેબુબ મુસાભાઈ ઓડીયા નામના બે શખ્સ ઘોડીપાસાથી જુગાર રમતા મળી આવ્યા છે. પોલીસે રૂ।.૩૨૨૦ રોકડા કબજે કર્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર નાનકપુરી નજીક ગઈકાલે બપોરે જાહેરમાં ચલણી સિક્કો ઉછાળી જુગાર રમી રહેલા સંજય બાબુભાઈ નાખવા, ભરત રમેશભાઈ ચોરાસી, ભાઈલેશ દ્વારકાદાસ જીતારા ઉર્ફે ભાયોદસીયો નામના ત્રણ શખ્સ પકડાઈ ગયા હતા. પોલીસે રૂ।.૧૨૦૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જામનગરના દરબારગઢ સર્કલ પાસેથી રાહિલ હારૂન ખંભાળીયાવાળા નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો છે. જ્યારે સલીમ હાસમ ડાલુ નામનો શખ્સ પણ રોકડ તથા આંકડા લખેલી ચિઠ્ઠી સાથે ઝડપાયો છે. લાલપુરના ભણગોર ગામમાંથી સામત કરશનભાઈ પરમાર નામનો શખ્સ વર્લીનંુ બેટીંગ લેતો મળી આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh