Advertisement
Author: નોબત સમાચાર

અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફરકાવ્યો ત્રિરંગો

દેશના ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વે ગુજરાતમાં છવાયો દેશભકિતનો માહોલઃ ઠેર-ઠેર ઉજવણી

                                                                                                                                                                                                      

અમરેલી તા. ૧૫: ગુજરાતનું રાજ્ય કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ અમરેલીમાં યોજાયું હતું, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિરંગો ફરકાવ્યો હતો. એ જ રીતે રાજ્યભરમાં ઠેર-ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતાં.

દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી છે. અહીંના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.

મુખ્ય સમારોહ દરમિયાન ગુજરાત પોલીસના શિસ્તબદ્ધ જવાનો દ્વારા ભવ્ય પરેડ યોજવામાં આવી હતી, જે ઉપસ્થિત અમરેલીવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત ગુજરાત પોલીસ અને જેલ પોલીસની મહિલા જવાનો દ્વારા શાનદાર 'રાઇફલ ડ્રીલ'ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

કાર્યક્રમને વધુ રોમાંચક અને વિહંગમ બનાવવા માટે વિવિધ સાહસિક અને સાંસ્કૃતિક પ્રદર્શનોનું આયોજન કરાયું છે, જેમાં અમરેલીની વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો. બાઈક સ્ટંટ શો, ડોગ-શો, 'માઉન્ટેડ અશ્વ-શો' અને 'ટેન્ટ પેગીંગ'ના દિલધડક કરતબો. શારીરિક અને માનસિક સુખાકારી દર્શાવતા યોગના વિવિધ આયામોની પ્રસ્તુતિ.

કાર્યક્રમનું સુચારુ સંકલન અને ગરિમા જળવાઈ રહે તે માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. આ રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ અંજુ શર્મા, રાજ્યના ડીજીપી જી.એસ. મલિક સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહૃાા હતા.

બીજી તરફ રાજ્યભરમાં પ્રભુ ભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, જ્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે સંતો અને ભક્તોએ ધ્વજવંદન કરી રાષ્ટ્ર શાંતિની પ્રાર્થના કરી હતી. દેવભૂમિ દ્વારકાના જગત મંદિરના શિખર પર પણ તિરંગા રંગની વિશેષ ધજા લહેરાવવામાં આવી હતી, જેણે શ્રદ્ધાળુઓ અને નાગરિકોમાં દેશપ્રેમની ભવ્ય લાગણી જગાડી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આઝાદ ભારતના તિરંગાને સલામી આપ્યા બાદ પરેડની સલામી લીધી. ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહૃાાં. બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. એવી જ રીતે રાજ્યભરમાં ઠેર-ઠેર ધ્વજવંદન સાથે દેશભકિતના વિવિધાસભર કાર્યક્રમો યોજાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh