Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાન પાસેથી પડાવ્યા હતા રૂા.૧ લાખ ૫૭ હજારઃ
જામનગર તા.૨૪ : જામનગરના એક યુવાનને એસઓજી પીઆઈના રાઈટર તરીકે ખોટીઓળખ આપી રૂા.૧ લાખ પ૭ હજારની રકમ પડાવી લેનાર શખ્સનો કબજો તપાસનીશ પોલીસ ટીમે જેલમાંથી લીધો છે. સલાયાના આ શખ્સ સામે અગાઉ પણ પોલીસ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરવાના ચાર ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સના રિમાન્ડ માટે તજવીજ કરાઈ રહી છે.
જામનગરના નવીવાસ વિસ્તારમાં રહેતા મહંમદ રીયાન ઈમ્તિયાઝ શેખ નામના યુવાનને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈના રાઈટર તરીકે ખોટી ઓળખ આપી એક શખ્સે રૂા.૧ લાખ પ૭ હજાર પડાવી લીધાની રાવ પોલીસમાં કરાઈ હતી.
આ યુવાનના મામા નવેક મહિનાથી જિલ્લા જેલમાં એનડીપીએસના એક ગુન્હામાં જેલવાસ ભોગવી રહ્યા છે. તેઓને મળવા ગયેલા મહંમદ રીયાનને પણ આ ગુન્હામાં સંડોવી દેવાની વાત કરી આ શખ્સે પીઆઈના રાઈટર તરીકે ઓળખ આપી શીશામાં ઉતાર્યાે હતો. ગભરાઈ ગયેલા આ યુવાને રૂા.૧ લાખ પ૭ હજાર આપી દીધા હતા.
ત્યારપછી પોલીસમાં રાવ કરાતા પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરબારગઢ પોલીસચોકીના પીએસઆઈ ડી.જી. રામાનુજ તથા રાઈટર ભવ્યદીપસિંહ પરમારે તપાસ શરૂ કરી હતી. જેમાં આ ગુન્હામાં સંડોવાયેલો શખ્સ સલાયાનો શબ્બીરહુસેન હારૂન ભગાડ હોવાનું ખૂલ્યું હતું. આ શખ્સના દબાવાઈ રહેલા સગડ વચ્ચે આ આરોપી હાલમાં જામનગરની જિલ્લા જેલમાં હોવાનું ખૂલતા પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજો મેળવ્યો છે અને તેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ રહી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સે નકલી પોલીસ બની આવી રીતે પાંચેક ગુન્હાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. સિટી એ ડિવિઝન ઉપરાંત સિટી સી ડિવિઝન અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તેમજ ખંભાળિયા, ભાણવડ પોલીસ મથકમાં આ શખ્સ સામે પાંચ ગુન્હા નોંધાયેલા છે. થોડા દિવસ પહેલાં દ્વારકા જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યા પછી તેનો કબજો સિટી એ ડિવિઝન પોલીસે સંભાળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial