Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એબીવીપી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત હિન્દુ સમાજ અને રાષ્ટ્રીય અસ્મિતા સંઘ વિગેરે દ્વારા
જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ર૮ નિર્દોષ ટુરીસ્ટોના મૃત્યુ થયા હતાં. આ ઘટનાથી દેશભરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન, પૂતળા દહ્ન, શ્રદ્ધાંજલિ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જામનગરમાં એ.બી.વી.પી. દ્વારા ડી.કે.વી. કોલેજ માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને સૂત્રોચ્ચાર કરાયા હતાં. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સંયોજક રૂત્વિક પટેલ, નગર મંત્રી ઉત્સવ પંડ્યા, ભાગ સંયોજક દિવ્યરાજસિંહ જાડેજા, નગર સહમંત્રી, કિશન આચાર્ય અને દશરથસિંહ રાઠોડ સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ જોડાયા હતાં.
જામનગરમાં બેડીગેઈટ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ સંસ્થા દ્વારા આતંકવાદના પૂતળાનું દહ્ન કરી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિજય બાબરિયા, ડાંગરિયાભાઈ સહિતનાઓ જોડાયા હતાં.
જ્યારે શહેરના હવાઈચોક વિસ્તારમાં સમસ્ત હિન્દુ સમાજ અને રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા પણ આતંકી હુમલા સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા આકરા પગલાં ઊઠાવો તેવી માંગણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખિમસૂર્યા, શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી, વિમલ કગથરા, આશિષ જોષી, મનિષ કનખરા, ભરત ફલિયા વિગેરે જોડાયા હતાં.
જામનગરના ટાઉનહોલ પાસે પણ કોંગ્રેસ દ્વારા આતંકવાદના પૂતળાનું દહ્ન કરી આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, પ્રદેશ મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, કોર્પોરેટર જેનબબેન ખફી, ભરત વાળા સહિતનાઓ જોડાયા હતાં.
જામનગરમાં ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા પણ આતંકી હુમલામાં મૃત્યુને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે પંચેશ્વર ટાવર પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો અને મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ધર્મેશ રાવલ તથા અન્ય ફોટોગ્રાફરો જગત રાવલ, હર્ષિત પોપટ સહિતનાઓ જોડાયા હતાં.
હિન્દુઓની ગોળી મારી હત્યા કરવાની આતંકવાદી ઘટનાનો સિકકામાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશકિત દુર્ગાવાહિની દ્વારા વિરોધ પ્રદર્શન કરી આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જેમાં સિકકાના આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial