Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડોદરામાં રહેતા પતિ સામે વિશ્વાસઘાતની રાવઃ
જામનગર તા.ર૪ : જામનગરના એક મહિલાએ વડોદરામાં રહેતા પતિ સામે ફલેટની લોનના બાકી પૈસા ભરાવ્યા પછી પણ ફલેટ નામે ન કરી આપી ધમકી આપ્યાની અને વિશ્વાસઘાત આચર્યાની પોલીસમાં ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પતિએ ફરિયાદ કર્યા પછી વળતી ફરિયાદ કરાઈ છે.
જામનગરના હાથી કોલોની વિસ્તારની શેરી નં.૧ માં રહેતા રિદ્ધિબેન મુળરાજ ભાઈ થોભાણી નામના યુવતી એ વડોદરાના ગૌત્રી વિસ્તારમાં રહેતા પતિ વિશાલ માધવદાસ પંચમતીયા સામે છેતરપિંડી કર્યાની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ થોડા વર્ષ પહેલાં પતિ-પત્નીએ સંયુક્ત નામે ખાનગી બેંકમાંથી રૂા.ર૮ લાખ પ૦ હજારની લોન લઈ ફલેટ ખરીદ્યો હતો. તે પછી તેના હપ્તા વિશાલ દ્વારા ભરવામાં આવતા હતા. ચાલુ લોને વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં રૂા.૧૦૦૧૨૫૧ ભરી આપવામાં આવ્યા હતા અને બંને વચ્ચે સમજૂતી થઈ હતી કે, વિશાલે રૂા.૩ લાખ ભરવાના હતા અને બાકીના પૈસા રિદ્ધિબેને ભરપાઈ કરવાના હતા. તે પછી ફલેટનો દસ્તાવેજ રિદ્ધિબેનના નામે કરી આપી છૂટાછેડા કે પીટીશનમાં સહી કરવાની વિશાલે બાહેંધરી આપી હતી.
તે મુજબ રિદ્ધિબેને ગયા ડિસેમ્બર મહિનામાં બાકી રૂા.પ૯૦૭૭૩ ભરી દીધા હતા. તેમ છતાં વિશાલે ફલેટ નો દસ્તાવેજ કરી આપ્યો ન હતો વેલેન્ટાઈન ડેમના દિવસે બાળકોને પિતા સાથે મેળવવા માટે રિદ્ધિબેન લઈ ગયા ત્યારે ફલેટ મારા નામે કરાવી દેજે નહી તો પતાવી દઈશ તેવી ધમકી વિશાલે આપતા લોનના રૂા.૧પ૯૨૦૨૪ ભરાવ્યા પછી પણ ફલેટનો દસ્તાવેજ ન કરી આપી વિશ્વાસઘાત કરનાર વિશાલ પંચમતીયા સામે ફરિયાદ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં વિશાલ પંચમતીયાએ પત્ની તથા અન્ય એક વ્યક્તિ સામે ફલેટ પોતાના નામે કરી આપવા માટે ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. તે પછી ગઈકાલે પત્નીએ વળતી ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial