Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટીહવેલી થી પ્રભાત ફેરી તથા મહાપ્રભુજી બેઠક થી પાલખી યાત્રા યોજાઇઃ સાંજે મોટી હવેલીથી શોભાયાત્રા
જામનગરમાં આજે ચૈત્ર વદ એકાદશી અર્થાત વરૂૂથીની એકાદશી પર શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં ૫૪૮માં પ્રાકટ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે. સવારે ૭ કલાકે મોટી હવેલીથી પ્રભાત ફેરીએ પ્રસ્થાન કર્યુ હતુ જેમાં વાહનયુક્ત વૈષ્ણવો જોડાઈને સેતાવડ,હવાઇ ચોક, ખંભાળીયા ગેઇટ, સુમેર ક્લબ રોડ, સાત રસ્તા સર્કલ, ગૌરવ પથ, ટાઉન હોલ,ત્રણ બત્તી, બેડી ગેઇટ, નાગનાથ ગેઇટ થઇ હવેલી ગૌશાળા થઇ કાલાવડ નાકા બહાર આવેલ મહાપ્રભુજીની બેઠકે પહોંચ્યા હતાં. જામનગર ભાટીયા મહાજન સંચાલિત "મહાપ્રભુજીની ૫૬ મી બેઠકે ભવ્ય પાલખી યાત્રા યોજાઇ હતી જેમાં જયરાજભાઈ ઉદ્દેશી (પ્રમુખ ભાટીયા મહાજન), ચંદ્રેશભાઈ વેદ, વિજયભાઈ આશર, રાજુભાઈ પાલેજા, જયુભાઈ આશર તથા રાજુભાઈ નેગાંધી અને સમિતિના સભ્યો તથા મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના ભાઈઓ બહેનો પુષ્ટી માર્ગીય પહેરવેશ ધારણ કરી બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતાં. સાંજે શ્રી મોટી હવેલીથી શોભાયાત્રા નીકળશે. જે વાણીયાવાડ, ચાંદીબજાર, માંડવી ટાવર, હવાઇ ચોક થઇ સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટવાળી શેરીમાંથી જલાની જાર તરફથી પસાર થઇ શ્રી મોટી હવેલી પરત પહોંચી સંપન્ન થશે. શ્રી મોટી હવેલીનાં ગાદિપતિ પુષ્ટી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ શ્રી હરીરાયજી મહારાજની આજ્ઞાથી પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયની નિશ્રામાં શોભાયાત્રા સહિતનો સમગ્ર મહોત્સવ ઉજવાશે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial