Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્ઞાતિરત્ન વેજુમાંની પુણ્યતિથિએ બ્રહ્મભોજન યોજાયું:
જામનગર તા. ર૩: હાલારી ભાનુશાળીના જ્ઞાતિરત્ન એવા વેજુમાંની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના આશ્રમોમાં પણ પ્રસાદ મોકલવામાં આવે છે. આ ઉપરાંત હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા શ્રી હિંગળાજ માતાજીનો ૧૦૭ મો નવચંડી મહાયજ્ઞ યોજવામાં આવ્યો છે. જેમાં ભાનુશાળી ચોકમાં આવેલા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે તા. ર૬/૪ ને શનિવારે સવારે પાંચ વાગ્યે યજ્ઞનો પ્રારંભ અને બપોરે ૧ર-૪પ વાગ્યે બિડું હોમાશે. ત્યારપછી સમગ્ર જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ વેજુમાંની વાડી, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે તા. રપ/૪ ના રાત્રે નેશનલ હાઈસ્કૂલમાં મહારાસ પણ રાખવાવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળો અને સ્વયંસેવકો બહોળી સંખ્યામાં જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial