Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના નિર્માણના આરે પહોંચેલા ફ્લાય ઓવરમાં નતનવા ગતકડા..!
જામનગર તા. ર૪: જામનગરમાં નિર્માણના આરે પહોંચેલા ફ્લાય ઓવર અંગે જામનગર મહાનગર પાલિકા દ્વારા સમયાંતરે નતનવા ગતકડા-ખુલાસા જાહેર કરવામાં આવી રહ્યા છે.
મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિ. કમિશનરે આ ફ્લાય ઓવરના ખર્ચમાં રૂા. તેંત્રીસ કરોડ વધારાના ખર્ચની દરખાસ્ત રજૂ કરી અને સમિતિમાં મંજુર પણ થઈ ગઈ.
આ સાથે જ ચર્ચાસ્પદ બનેલો અંબર ચોકડી પાસેથી જી.જી. હોસ્પિટલ તરફના સ્લોપનો પ્રશ્ન અદ્ધરતાલ જ રહ્યો છે. 'નરોવા-કુંજરવા' જેવો ખુલાસો રજૂ થયો છે, જેમાં જણાવાયું છે કે, આ સ્લોપ રદ્ થયો નથી! મુલતવી રાખવામાં આવ્યો છે! રેલવે વિભાગ સાથે જરૂરી જમીન મેળવવા માટે ચર્ચા ચાલી રહી છે અને તે જમીન મળશે એટલે આ સ્લોપ પણ બનશે. (ભેંસ ભાગોળે ને છાસ છાગોળે, કારણ કે રેલવેની જમીન મેળવવામાં છેલ્લા ચાર દાયકાથી ચાલી રહેલા પ્રયાસોને સફળતા મળી નથી!)
અનેક સવાલો અનઉત્તર જ રહ્યા છે. ફ્લાય ઓવરની મંજુર થયેલ ડિઝાઈન, પ્લાન એસ્ટીમેટમાં શું અંબર ચોકડી પાસેના સ્લોપને દર્શાવાયો ન હતો... (સત્તાવાર ડિઝાઈનમાં દર્શાવયો જ છે) મ્યુનિ. કમિશનરના રહી રહીને કરવામાં આવેલા ખુલાસામાં જણાવાયું કે બે ડિઝાઈનમાંથી એક ડિઝાઈન પસંદ થઈ છે.
બીજો સવાલ જ્યારે અંબર ચોકડી પાસેનો સ્લોપ ડિઝાઈનમાં દર્શાવાયો ત્યારે રેલવેની જમીનની જરૂર પડશે તેવો ખ્યાલ કેમ કોઈને આવ્યો નહીં? એટલું જ નહીં, પણ જે રીતની ભૌગોલિક સ્થિતિ છે તે જોતા એવું સમજાય છે કે અંબર ચોકડીથી જી.જી. તરફના સ્લોપ માટે રેલવેની જમીનની ખરેખર જરૂર જ નથી!
અંબર ચોકડીથી જી.જી. તરફનો સ્લોપ બનાવાય નહીં તો તો આ ફ્લાય ઓવર મોટાભાગના ટ્રાફિક માટે બીનઉપયોગી અને બીજી રીતે ભૂલભૂલામણીવાળો બની જશે.
જામનગર મહાનગર પાલિકાએ શા માટે આ સ્લોપનો વિચાર પડતો મૂક્યો? જામનગરમાં ચર્ચાઈ રહેલી બાબતોમાં કોઈ રાજકીય નેતાના દબાણના કારણે આ સ્લોપનું કામ ટલ્લે ચડી ગયું છે..
અને અંતમાં... કોઈપણ વિકાસ કામ ચાલુ થાય અને તે પૂરૃં થાય ત્યાં સુધીમાં શા માટે ખર્ચમાં તોતિંગ વધારા કરવાની જરૂર પડે છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial