Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોધપુર ગેઈટ પાસે બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા
ખંભાળીયા તા. ર૪: કાશ્મીરના પહલગામમાં ધર્મ જાતિ પુછીને હિન્દુઓની આતંકવાદીઓ દ્વારા હત્યાના બનાવ સામે સમગ્ર દેશ અને વિશ્વમાં આક્રોશની લાગણી ફેલાવા ૫ામી છે, ત્યારે ગઈકાલે ખંભાળીયામાં જોધપુર ગેઈટ પાસે બજરંગદળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદના પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના અગ્રણીઓ તથા સ્થાનિકો જોડાયા હતાં તથા ગાંધીજીની પ્રતિમા પાસે આતંકવાદના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરી કડક પગલાની માંગ થઈ હતી.
મૌન રેલીઃ શ્રદ્ધાંજલિ
ખંભાળીયાની નાગરિક સમિતિ, ઈન્ડિયન રેડક્રોસ સંસ્થા, ડોક્ટર એસો., માનવ સેવા સમિતિ, ગ્રીન ખંભાળીયા, મહિલા મંડળ, રઘુવંશી મહિલા મંડળ, રામનાથ મહિલા મંડળ, લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ વિગેરે સંસ્થાઓ દ્વારા રામમંદિર સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ભીમબાપુ, કિરણબેન સરપદડીયા, કિરીટભાઈ મજીઠીયા, પરબતભાઈ ગઢવી, પરેશભાઈ મહેતા, ધીરેનભાઈ બદીયાણી, અશોકભાઈ કાનાણી, અનિલભાઈ જાદવાણી, પરેશભાઈ કુંડલીયા, મનિષ જેઠવા, વિજયભાઈ કટારીયા, શક્તિદાન ગઢવી, કિશનભાઈ ગોહિલ, મિલનભાઈ કિરતસાતા, દિપકભાઈ ચાવડા વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial