Advertisement
Author: નોબત સમાચાર

જેફરી એપસ્ટીન સાથે મારી પોતાની પણ તસ્વીરો છે, તેથી શું થઈ ગયું ?: ટ્રમ્પ

૫ૂર્વ રાષ્ટ્રપતિ બિલ કલીન્ટનને સાંકળતી ફાઈલ્સ અંગે પ્રતિક્રિયા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨૩: જેફરી એપસ્ટીન સાથેના સંબંધો અંગેની ફાઈલ્સ જાહેર થયા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ પ્રતિક્રિયા આપી છે.

અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી તપાસ ફાઈલો જાહેર થવાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ૨૨ ડિસેમ્બરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ભૂતકાળમાં જે નિર્દોષ લોકો એપસ્ટીનને મળ્યા હતા, આ ફાઈલોના કારણે તેમની પ્રતિષ્ઠા ખોટી રીતે ખરાબ થવાનું જોખમ છે.

અમેરિકન ન્યાય વિભાગ(ડીઓજે) દ્વારા શુક્રવારથી આ ગુપ્ત ફાઈલો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, 'એપસ્ટીન સાથે જોડાયેલો આ સમગ્ર મામલો રિપબ્લિકન પાર્ટીની જબરદસ્ત સફળતા પરથી લોકોનું ધ્યાન હટાવવાની એક ચાલ છે.'

ન્યાય વિભાગે જાહેર કરેલી તસવીરોના પ્રથમ બેચમાં પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન મુખ્યત્વે જોવા મળ્યા છે. આ અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહૃાું કે, 'મને બિલ ક્લિન્ટન પસંદ છે અને તેમની સાથે મારા હંમેશાં સારા સંબંધો રહૃાા છે. તેમની તસવીરો આ રીતે સામે આવતી જોઈને મને દુઃખ થાય છે.'

ટ્રમ્પે વધુમાં સ્વીકાર્યું કે, 'મારી પોતાની પણ એપસ્ટીન સાથેની તસવીરો છે. તેથી શું થઈ ગયું ? તે સમયે દરેક વ્યક્તિ આ માણસ(એપસ્ટીન) સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતી હતી.' ટ્રમ્પે ક્લિન્ટન અને અન્ય હસ્તીઓની તસવીરો જાહેર કરવા સામે વાંધો ઉઠાવતા તેને 'ભયાનક બાબત' ગણાવી હતી. જોકે, તેમણે એમ પણ કહૃાું કે ક્લિન્ટન એક મોટા ગજાના નેતા છે અને તેઓ આ સ્થિતિને સંભાળી લેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ ફાઈલો જાહેર થવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ દસ્તાવેજોમાં એવા અનેક પ્રતિષ્ઠિત બેન્કરો, નામાંકિત વકીલો અને અન્ય મહાનુભાવોની તસવીરો હોઈ શકે છે, જેઓ વર્ષો પહેલા માત્ર એક સામાજિક શિષ્ટાચારના ભાગરૂપે અથવા નિર્દોષ ભાવે જેફરી એપસ્ટીનને મળ્યા હતા. ટ્રમ્પના મતે, કોઈ વ્યક્તિ માત્ર કોઈ પાર્ટીમાં સાથે જોવા મળે અથવા તસવીરમાં સાથે હોય તેના આધારે તેની વર્ષોની કમાયેલી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું એ ઘોર અન્યાય છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહૃાો છે, કારણ કે જે લોકોનો એપસ્ટીનના ગુનાહિત કૃત્યો સાથે વાસ્તવમાં કોઈ જ લેવાદેવા નથી, તેમની છબિ પણ આ વિવાદને કારણે ખોટી રીતે ખરડાઈ રહી છે.

નોંધનીય છે કે ધનાઢ્ય ફાયનાન્સર જેફરી એપસ્ટીન પર સગીરાઓની જાતીય તસ્કરીના ગંભીર આરોપો હતા. ૨૦૧૯માં ન્યૂયોર્કની જેલમાં ટ્રાયલની રાહ જોતી વખતે તેનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું, જેને સત્તાવાર રીતે આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh