Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે લસણ-કપાસની આવક

૧૦,૦૦૬ ગુણીની આવકઃ ૧૮,૬૪ર ગુણીનું વેંચાણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: હાપા-જામનગર માર્કેટ યાર્ડમાં આજે ૧૦૭૪ ખેડૂતો ૧૦,૦૦૬ જુદી જુદી જણસોની આવક થઈ હતી. સૌથી વધુ લસણ અને કપાસની આવક થવા પામી છે.

હાપા માર્કેટ યાર્ડમાં આજે ૧૦૭૪ ખેડૂતો ૧૦,૦૦૬ ગુણી એટલે કે ર૬,૮૩ર મણનો જુદી જુદી જણસીનો જથ્થો લઈને વેંચાણ માટે આવ્યા હતાં, જેમાં લસણની ર૩૦૦ ગુણી (૭૧૧૦ મણ) ની આવક થઈ હતી અને રૂ. ૧૦૦૦ થી ર૪૭૦ નો ભાવ બોલાયો હતો, જ્યારે રપ૬ ખેડૂતો કપાસની કુલ ૪૦૪૯ ગુણી (૧૦,૧ર૩ મણ) નો જથ્થો વેંચાણ માટે લાવ્યા હતાં, અને ભાવ રૂ. ૧૦૦૦ થી ૧પ૭પ પ્રતિમણનો બોલાયો હતો, જ્યારે ૪૬ ખેડૂતો પ૭૧ ગુણી જીરૂ લાવ્યા હતાં અને ભાવ રૂ. ૩૩૦૦ થી ૪૦૧પ સુધી રહ્યો હતો.

આમ આજે ૧૦,૦૦૬ ગુણીની આવક સાથે ૧૮,૬૪ર ગુણીનું વેંચાણ થયું હતું. આમ મગફળીની આજે આવક બંધ હતી, પરંતુ આગલો સ્ટોક વેંચાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh