Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટની રેલવે પોલીસે ૮૬ હજારથી વધુની કિંમતી ચીજવસ્તુઓ મુસાફરને પરત કરી ઈમાનદારી દાખવી

એક મુસાફરનું પર્સ કોચમાં ભુલાઈ ગયું હતું

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૨૩: સૌરાષ્ટ્ર મેલમાં છૂટી ગયેલ ૮૬,૭૫૦ની કિંમતી વસ્તુઓ મુસાફરને પરત કરીને સતર્કતા અને ત્વરિત કામગીરી દ્વારા રેલવે સુરક્ષા દળે કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ (આરપીએફ)એ સતર્કતા, ઈમાનદારી અને સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૃં પાડતા એક મુસાફરનો કિંમતી સામાન શોધી કાઢી સુરક્ષિત રીતે પરત કર્યો છે.

આ કિસ્સાની વિગત એવી છે કે તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ ના ટ્રેન સંખ્યા ૨૨૯૪૫ (મુંબઈ સેન્ટ્રલઓખા સૌરાષ્ટ્ર મેલ)માં મુંબઈથી વિરમગામની મુસાફરી કરી રહેલા એક મુસાફરનું પર્સ કોચમાં છૂટી ગયું હતું. આ અંગેની જાણ થતા જ આરપીએફ કંટ્રોલ રૂમ, રાજકોટની સૂચના મુજબ વાંકાનેર સ્ટેશન પર તૈનાત આરપીએફ ટીમ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વાંકાનેર પોસ્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ અને કોન્સ્ટેબલ રોહિતે સંબંધિત કોચમાં સઘન તપાસ કરી હતી અને પોતાની સજાગતા તેમજ ઈમાનદારીનો પરિચય આપી મુસાફરનું પર્સ શોધી કાઢ્યું હતું. પર્સમાં રોકડ રકમ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને બેંક કાર્ડ્સ સહિત અંદાજે ૮૬,૭૫૦ની કિંમતની મિલકત હતી. સામાન મળ્યા બાદ મુસાફરને તરત જ આ અંગે જાણ કરવામાં આવી હતી.

મુસાફર વાંકાનેર આરપીએફ પોસ્ટ પર હાજર થતા, જરૂરી વેરીફિકેશન અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી 'સુપરતગી પંચનામા' દ્વારા તમામ સામાન તેમને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી સામાન પરત મળતા મુસાફરે આરપીએફ સ્ટાફની તત્પરતા અને ઈમાનદારીની હ્ય્દયપૂર્વક પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રશંસનીય કામગીરી બદલ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહ દ્વારા સંબંધિત સ્ટાફની કર્તવ્યનિષ્ઠાના વખાણ કરવામાં આવ્યા છે. આ ઘટના રેલવે સુરક્ષા દળ દ્વારા મુસાફરોની સુરક્ષા અને તેમના સામાનની સલામતી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh