Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુમેર કલબ રોડ તથા પ્રદર્શન મેદાન પાસેથી દારૂના ચપલા સાથે બે પકડાયાઃ
જામનગર તા. ૨૩: જામનગર શહેર તથા જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે કેટલાક બુટલેગરો દ્વારા મંગાવવામાં આવી રહેલા દારૂના જથ્થાને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ચાંપતા પગલા ભરવામાં આવી રહ્યા છે. તે દરમિયાન એલસીબીએ ગઈકાલે દરેડ જીઆઈડીસી ફેસ-રમાં પાનની એક દુકાનમાંથી અગિયાર બોટલ અને સિદ્ધાર્થ કોલોનીમાં મકાનમાંથી બાર બોટલ કબજે કરી છે. સુમેર કલબ રોડ પરથી આઠ ચપલા સાથે એક શખ્સ અને પ્રદર્શન મેદાન પાસેથી પાંચ ચપલા સાથે બીજો શખ્સ પણ પોલીસની ગિરફતમાં આવ્યો છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં એક શખ્સ પાસે વેચાણ માટે દારૂની બોટલો રાખવામાં આવી હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી ગઈકાલે બપોરે ફેસ-રમાં આવેલી શિવશક્તિ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો.
આ દુકાનમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની અગિયાર બોટલ મળી આવી હતી. એલસીબીએ રૂ.૧૨૧૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી વિનોદગીરીની અટકાયત કરી છે. આ શખ્સે શંકરટેકરીવાળા દીપ અનિલભાઈ સોંદરવા પાસેથી દારૂનો જથ્થો લીધો હોવાની કબૂલાત કરી છે.
ત્યારપછી એલસીબીએ શંકરટેકરીમાં સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.૬માં દીપ અનિલભાઈ સોંદરવા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી ચેકીંગ કરતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની બાર બોટલ મળી આવી હતી. આ શખસે પોતાના સાગરિત સાધના કોલોનીવાળા યુવરાજસિંહ જાડેજાનું નામ આપ્યું છે.
જામનગરના પ્રદર્શન મેદાનથી મિગ કોલોની તરફ જવાના રસ્તા પરથી ગઈકાલે બપોરે પસાર થતા જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં હિંગળાજ ચોકમાં રહેતા કરણ શંકરભાઈ ચાંદ્રા નામના શખ્સને પોલીસે રોકી લઈ ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા મળી આવ્યા હતા.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં રહેતો કિરીટ હેમરાજભાઈ ગજરા નામનો શખ્સ સુમેર કલબ રોડ પર જૂના એસટી ડેપો સામેથી પસાર થતો હતો ત્યારે પોલીસે તેને રોકી ચેક કરતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂના આઠ ચપલા મળી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial