Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોઠીયા ગામના પાટીયા પાસે બાઈકને મોટરની ટક્કરઃ
જામનગર તા. ૨૩: જામનગરના લોઠીયા ગામ પાસે દસેક દિવસ પહેલાં એક બાઈકને મોટરે ટક્કર મારતા કાકા-ભત્રીજાને ઈજા થઈ છે. જ્યારે ગઈકાલે બપોરે ખંભાળીયા પાસે એક મોટરે રોડ ચઢવા જતા રિક્ષાને ટક્કર મારી ગોથું ખવડાવી દીધુ હતું. આ અકસમાતમાં બે મહિલા સહિત ચારને ઈજા થઈ છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચંગા ગામમાં હેમતસિંહ મેરૂભા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ ધાનપુર તાલુકાના બામણીયા ફળીયાના રહેવાસી હિમતભાઈ ભરતભાઈ ભાંભોર નામના આદિવાસી યુવાન તથા તેમના કાકા ગઈ તા.૧૨ની સાંજે જામનગર તાલુકાના લોઠીયા ગામ પાસેથી જીજે-૨૦-એઈ ૮૧૨૨ નંબરના મોટરસાયકલમાં જતા હતા.
આ મોટરસાયકલને જીજે-૩૭-એમ ૫૯૬૯ નંબરની ટાટા કંપનીની મોટરે પુરઝડપે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં હિમતભાઈને હાથ તથા પગમાં અને તેમના કાકાને પગમાં ગંભીર ઈજા પહોંચી છે. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા હિમતભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
ખંભાળીયા તાલુકાના મોટા આંબલામાં રહેતા સમીર ઈસબભાઈ સંઘાર નામના યુવાન ગઈકાલે બપોરે જીજે-૩૭-યુ ૨૯૪૬ નંબરની રિક્ષામાં ખંભાળીયાથી મોટા આંબલા જવા માટે નીકળ્યા હતા ત્યારે જીજે-૧૦-એપી ૭૫૨૪ નંબરની આઈ-૨૦ મોટરના ચાલકે રોડની સાઈડમાંથી અચાનક મોટર રોડ પર ચઢાવતા રિક્ષાને ટક્કર મારી દીધી હતી. પલ્ટી મારી ગયેલી રિક્ષામાં બેસેલા સમીરભાઈને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને હુસેનાબેન તથા રજીયાબેન, વેજાભાઈને ઈજા થઈ છે. ખંભાળિયા પોલીસ મથકમાં મોટરચાલક સામે ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial