Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટમાં જામશે ભારતનો સૌથી મોટો કૃષિ મેળો
રાજકોટ તા. ૨૩: રાજકોટના શાસ્ત્રી મેદાનમાં આજથી તા. ૨૩ થી ૨૫ ડિસેમ્બર દરમિયાન ખેતી અને ટેકનોલોજીના સંગમ સમાન 'એગ્રીવર્લ્ડ એક્સપો ૨૦૨૫'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
'ખેતી દેશની તાકાત' થીમ પર આધારીત આ એક્સપો ખેડૂતોને આધુનિકતા તરફ દોરી જવા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ બનશે. આ પ્રદર્શનમાં ભારતમાંથી ૧૫૦ થી વધુ દિગ્ગજ કંપનીઓ સહયોગી થઈ રહી છે. જે ખેતીને લગતી ૨૦૦૦ થી વધુ નવીન ટેકનોલોજી અને અદ્યતન સાધનોનું જીવંત પ્રદર્શન કરશે.
જેમાં સ્માર્ટ ખેતીના સાધનો, બાયો-ફર્ટીલાઈઝર્સ, ફૂડ પ્રોસેસીંગ યુનિટ્સ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સાધનો, આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અને ડેરી ક્ષેત્રે આવેલી નવી ટેકનોલોજી વિશેની ઊંડાણપૂર્વક માહિતી, માત્ર પ્રદર્શન નથી, પરંતુ ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો માટે એક વિશાળ નેટવર્કીંગ પ્લેટફોર્મ છે.
ખેતીના વર્તમાન પ્રકારો અને તેના ઉકેલો વિશે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ખેડૂતો સીધા જ કંપનીઓ સાથે સંપર્ક કરી શકશે. જેનાથી 'બીટુબી' અને 'બીટુસી' કનેક્ટિવીટી વધશે.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહકારના મંત્રને સાર્થક કરવા માટે આ એક્સપો મજબૂત પાયો પૂરો પાડશે. સસ્ટેનેબલ (ટકાઉ) ખેતી પદ્ધતિઓ અપનાવીને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial