Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈકમિશનના કાર્યાલયની ઘેરાબંધીઃ દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદના દેખાવો

બાંગ્લાદેશમાં લઘુમતિ ધરાવતા હિન્દુઓની સુરક્ષા જોખમાઈઃ હિંદુ યુવકની હત્યા સામે આક્રોશઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૩: બાંગ્લાદેશમાં દીપુ નામના હિન્દુ યુવકની હત્યા કરનાર સાથે બાંગ્લાદેશની વચગાળાની સરકારના કૂણા વલણ તથા ત્યાંનાં લઘુમતી હિન્દુ સમુદાય પર અત્યાચારનો મુદે ગરમાયો છે, અને દિલ્હીમાં બાંગ્લાદેશના ઉચ્ચાયુકતની કચેરીને વિશ્વ હિન્દુ પરિષદે ઘેરા ઘાલ્યા પછી કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે, તો બીજી તરફ દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ બાંગ્લાદેશની વચગાળાની સરકાર સામે વિરોધ પ્રદર્શનો કર્યા છે, અને મહમદ યુનુસના પૂતળા સળગાવાઈ રહ્યા છે. જામનગરમાં પણ આજે સાંજે લાલબંગલા પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાશે.

બાંગ્લાદેશમાં  દિપુ નામના યુવકની હત્યા કરવામા આવી જેને લઇને સમગ્ર હિંદુ સંગઠનોમાં રોષનો માહોલ છે. ત્યારે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇ કમિશનની બહાર વિરોધ કરવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હિંદુ યુવકની હત્યાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહૃાું છે. જેને લઇને પોલીસ અને વીએચપીના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા પોલીસે કેટલાક કાર્યકરોની ધકપકડ કરી છે.

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આજે સવારે ૧૧ વાગ્યાથી બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર એકઠા થયા છે અને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરી રહૃાા છે. દરમિયાન, બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો, ખાસ કરીને મેડિકલ વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વધી રહી છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા છે. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યું છે. બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ અને ત્યારબાદ મૈમનસિંહમાં દિપુની મોબ લિંચિંગ બાદ ભારત વિરોધી વિરોધ પ્રદર્શનોને પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર તિરાડ પડી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના હિન્દુ સંગઠનો અને લઘુમતી જૂથોએ બાંગ્લાદેશમાં દીપુની હત્યા સામે ઢાકામાં નેશનલ પ્રેસ ક્લબની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધીઓએ જણાવ્યું હતું કે દીપુ નિર્દોષ હતો અને તેના પર નિંદાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. ઝાડ પર લટકાવવામાં આવ્યો હતો અને ઉગ્રવાદીઓ દ્વારા જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. દીપુના હત્યારાઓ સાથે બાંગ્લાદેશની વચગાળાની સરકારના કૂણા વલણ સામે ભારતમાં જનાક્રોશ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત થતા અહેવાલો મુજબ ભારતમાં રાજધાની ઉપરાંત દેશભરમાં ઠેર-ઠેર વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો પ્રચંડ વિરોધ પ્રદર્શનો સાથે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મહમદ યુનુસના પૂતળા સળગાવી રહ્યા છે. મધ્યપ્રદેશના ભોપાલ, હૈદ્રાબાદ, કોલકાતા, જમ્મુ, સિબીગુડી, આસામ સહિતના દેશભરના મોટા શહેરો ઠેર-ઠેર યુનુસ વિરોધી પ્રદર્શનો થઈ રહ્યા છે. જામનગરમાં પણ આજે સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા વિરોધ-પ્રદર્શન યોજવાનું જાહેર કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh