Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે શુભારંભઃ ધારાસભ્યો, મેયર, મહાનુભાવો ઉપસ્થિત
જામનગર તા. ૨૩: ગઈકાલે જામનગરમાં આયોજિત ત્રિદિવસીય 'સશકત નારી મેળા'ને પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ખુલ્લો મુકયો હતો. જે.એમ.સી. ગ્રાઉન્ડમાં આવતીકાલ તા. ૨૪ ડિસેમ્બર સુધી ૧૦૦ જેટલા સ્ટોલ પર હેન્ડીક્રાફટ, લીપણ આર્ટ, હસ્તકળા, ગૃહ સુશોભન, ઓર્ગેનિક પ્રોડકટ્સ સહિતની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે.
રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જામનગરમાં ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત ત્રી-દિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો હતો. એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, જે.એમ.સી.ગ્રાઉન્ડમાં તા.૨૨-૨૩-૨૪ ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ ૧૦૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે જેની મંત્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો, નારીના આત્મવિશ્વાસને મજબૂત કરવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે.
ગુજરાત સરકારે હંમેશાં મહિલાઓને સમાજના કેન્દ્રસ્થાને રાખી વિકાસની નીતિઓ ઘડી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી નેતૃત્વ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે બેટી બચાવો, બેટી પઢાવો, મુખ્યનમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મિશન મંગલમ, સખી મંડળ, નારી ગૌરવ દિવસ જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે સશક્ત બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે.
સશક્ત નારી મેળો મહિલા સ્વસહાય જૂથો, ગ્રામ્ય અને શહેરી મહિલાઓ, કારીગર બહેનો અને મહિલા ઉદ્યોગકારોને તેમની પ્રતિભા, કુશળતા અને સર્જનશીલતાને પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરું પાડે છે. અહીં બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘરઉદ્યોગના વિવિધ પદાર્થો, ખાદ્ય ઉત્પાદનો, પરંપરાગત કળાઓ અને નવીન વ્યવસાયિક વિચારો એ વાતનો જીવંત દાખલો છે કે આજની નારી કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી.
જ્યારે મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે પરિવારનું આર્થિક સંબળ વધે છે, બાળકોનું ભવિષ્ય સુદૃઢ બને છે અને સમાજમાં સમાનતા અને પ્રગતિનો માર્ગ સુગમ બને છે. સશક્ત નારી મેળા જેવા કાર્યક્રમો બહેનોમાં આત્મવિશ્વાસ જગાવે છે અને તેમને પોતાના પગ પર ઊભા રહેવાની પ્રેરણા આપે છે. સરકાર બહેનોને તાલીમ, નાણાકીય સહાય, માર્કેટિંગ અને રોજગારની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક રીતે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જામનગર જિલ્લાની બહેનો આજે હસ્તકલા, ગૃહ ઉદ્યોગ, કૃષિ આધારિત પ્રવૃત્તિઓ અને અન્ય સ્વરોજગાર ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન તેમના પ્રયત્નોને વધુ વેગ આપવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.
આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, અગ્રણીઓ ડો.વિનોદભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, રમેશભાઈ મુંગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, ડેપ્યુટી મ્યુ.કમિશનર ઝાલા, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહૃાા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરીદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial