Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાસિકની પેઢીએ વ્યાજ પણ ચૂકવવું પડશેઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરની એક કારખાનેદાર પેઢીએ નાસીકની કંપની પાસેથી બાકી રહેતી રકમ વસૂલવા માટે અદાલતમાં દાવો કર્યાે હતો. અદાલતે તે રકમ વ્યાજ સાથે ચૂકવવા નાસીકની કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં અંબિકા ઈન્ડસ્ટ્રીઝ નામના પેઢીના સંચાલક નવીન ખીમજીભાઈ સંચાણીયાએ મહારાષ્ટ્રના નાસીકની ક્રિએટીવ પાવરટેક નામની કંપનીને માલ મોકલાવ્યો હતો. તેનું રૃા.૬,૧૭,૦૬૮નું બીલ બાકી હતું.
તે રકમ ચૂકવવામાં ન આવતા જામનગરની કોર્ટમાં નવીનભાઈએ સમરી સ્યુટ દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતાં અદાલતે વાર્ષિક ૧૮ ટકા વ્યાજ સાથે તે રકમ ચૂકવવા નાસીકની પેઢીને હુકમ કર્યાે છે. દાવાનો ખર્ચ પણ ચૂકવવા આદેશ કરાયો છે. જામનગરની પેઢી તરફથી વકીલ એન.એમ. ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial