Advertisement
Author: નોબત સમાચાર

મોટરમાંથી ઝડપાઈ દારૂની ૧૨૦ બોટલઃ ₹૬.૫ લાખના મુદ્દામાલ સાથે ૯ શખ્સ ઝબ્બેઃ ૩ નામ ખૂલ્યા

જામનગર તા. ૨૬ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામના પાટિયા પાસેથી પોલીસે એક મોટરમાં કરાતી દારૃની હેરાફેરી પકડી પાડી છે. ૧૨૦ બોટલ સાથે ચાર શખ્સ ઝડપાયા છે. બેના નામ ખૂલ્યા છે. સાતરસ્તા પાસે છકડામાં પાર્સલ વચ્ચે આઠ બોટલ દારૂ લઈને જતાં એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. દારૂના કુલ સાત દરોડામાં ૧૫૬ બોટલ સાથે નવ શખ્સ ઝડપાયા છે અને ત્રણના નામ ખૂલ્યા છે. ₹ સાડા છએક લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર બેડ ગામ પાસે ગઈકાલે બપોરે દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી સિક્કા પોલીસ સ્ટેશનના જીતેન્દ્રસિંહ, જયપાલસિંહ, રઘુવીરસિંહ જાડેજાને મળતા પીએસઆઈ આર.એચ. બારના વડપણ હેઠળ સ્ટાફે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બેડ ગામના પાટિયા પાસે ટાઉનશીપની સામેથી જીજે-૧૦-ડીએન ૭૯૫૪ નંબરની મોટર જોવા મળી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૨૦ બોટલ મળી આવી હતી. તે બોટલ સાથે જામનગરના બેડી રોડ પર કેદાર પાર્કમાં રહેતા મનદીપસિંહ કનકસિંહ જાડેજા, યોગેશ્વરનગરવાળા મુનાર અબ્દુલકાદીર શેખ, ધુંવાવના સમીર યાકુબ બુખારી તથા મુંગણી ગામના દિવ્યરાજસિંહ દિલીપસિંહ દલ જાડેજા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસને જોઈને મુંગણીના ધનરાજસિંહ જગદીશસિંહ જાડેજા તથા રાજકોટનો રાહિલ અસરફ ગોધરેજીયા નામના બે શખ્સ નાસી ગયા હતા.

પોલીસે ₹ ૬૦ હજારની બોટલ, ₹ પ લાખની મોટર, ₹ પ હજારના ત્રણ મોબાઈલ મળી કુલ ₹ ૫ લાખ ૭૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. ઝડપાયેલા આરોપીઓમાંથી મનદીપસિંહ સામે સિક્કા તથા ટંકારા પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભંગના ગુન્હાઓ નોંધાયેલા છે.

જામનગરના સાતરસ્તા સર્કલ પાસે ગઈકાલે ટ્રાફિક પોલીસ દ્વારા પીઆઈ એમ.બી. ગજ્જર તથા પીએસઆઈ બી.એસ. વાળાના વડપણ હેઠળ કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં એક છકડો પાર્સલ ભરીને નીકળતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તે છકડાને રોકાવી ચેક કરતા બે પાર્સલ વચ્ચેથી અંગ્રેજી શરાબની આઠ બોટલ મળી આવી હતી. બોટલ તથા છકડાના ચાલક તાલુકા પંચાયત કચેરી પાસે શેરી નં.રમાં રહેતા દિલીપ બચુ પંચાસરા ઉર્ફે દુગા કોળી નામના શખ્સને સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો. પોલીસે બોટલ, છકડો મળી કુલ ₹ ૫૪ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં ધુળીયા ફાટક પાસેથી અંગ્રેજી શરાબની ચાર બોટલ સાથે રાખી પસાર થઈ રહેલા જામનગરની પટેલકોલોનીની શેરી નં.૩/૨માં રહેતા જાડેજા મહાવીરસિંહ પ્રવીણસિંહની પોલીસે ધરપકડ કરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૩૧ પાસે નહેરના કાંઠે આવેલા ભાવેશ કટારમલ ઉર્ફે ભાવલા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે બપોરે સિટી-એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૧૫ બોટલ સાંપડી હતી. દરોડા પહેલાં ભાવેશ નાસી ગયો હતો. બોટલ કબજે કરાઈ છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂનગરની શેરી નં.૫માં આવેલા દેવજીભાઈ નાથાભાઈ સાગઠીયા નામના શખ્સના મકાનમાં ગઈકાલે સિટી-સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી અંગ્રેજી શરાબની સાત બોટલ સાથે દેવજી ઝડપાઈ ગયો હતો.

કાલાવડ તાલુકાના ગુંદા ગામના પાટિયા પાસે ગઈકાલે સાંજે પસાર થતાં ખરેડી ગામના જયદીપ ગોરધનભાઈ ગમઢા નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી દારૂની એક બોટલ મળી આવી હતી.

કાલાવડ તાલુકાના ડેરી ગામની ગોરડીયા સીમમાં આવેલા મોહિત ગફારભાઈ ફાસરીયા નામના શખ્સના ખેતરમાં ગઈકાલે પોલીસે દરોડો પાડતા ત્યાંથી દારૂની બોટલ મળી આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh