Advertisement
Author: નોબત સમાચાર

પુત્રી રિસામણે આવતા પિતાનો આપઘાત: એકલવાયા જીવનથી યુવકનો ગળાફાંસો

કલ્યાણપુરના નાવદ્રામાં અકળ કારણથી ટીકડા ખાઈ યુવાને કરી આત્મહત્યાઃ

જામનગર તા. ૨૬ઃ કાલાવડમાં રહેતા એક પરપ્રાંતીય યુવાને એકલવાયા જીવનથી કંટાળી જઈ ગળા ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે સડોદર ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મધ્યપ્રદેશના એક શ્રમિકના પુત્રી રિસામણે પિયર ચાલ્યા આવતા માઠું લાગવાથી આ શ્રમિકે ઝેરી દવા પી મોતની સોડ તાણી લીધી છે. તે ઉપરાંત કલ્યાણપુરના નાવદ્રા ગામમાં એક યુવાને અકળ કારણથી ઝેરી ટીકડા ગળી લઈ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો છે. પોલીસે ત્રણેય બનાવની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

કાલાવડ શહેરની શિતલા કોલોનીમાં આવેલા વીણાબેન કડવાભાઈ સાંગાણી નામના મહિલાના મકાનમાં ભાડેથી રહી મિસ્ત્રીકામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના લક્ષ્મીપુર ગામના સુનિલભાઈ ભગવાનદાસ સહાની (ઉ.વ.૪૧) નામના યુવાને ગઈકાલે બપોરે પોતાના રહેણાંકમાં પંખામાં દોરી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો.

આ બાબતની જાણ થતાં રફીકશા જુમાશા શાહમદારે પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલી પોલીસે સુનિલભાઈને નીચે ઉતારી ચેક કરતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી રફીકશાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ સુનિલભાઈના માતા-પિતા હૈયાત નથી અને આ યુવાનના લગ્ન પણ થયા ન હતા. એકલવાયા જીવનથી કંટાળી આ યુવાને આત્મહત્યા કરી છે. પોલીસે નિવેદન પરથી તપાસ શરૃ કરી છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં ખોડાભાઈ કારાભાઈ ગોધમ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના હોબની ગામના વતની થાનસિંગ કાલુસિંગ મહેડા (ઉ.વ.પપ) નામના પ્રૌઢે ગઈ તા.૧૨ના દિને કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ પ્રૌઢને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના પુત્ર મુકેશ મહેડાએ પોલીસને વાકેફ કરી છે. આ પ્રૌઢના પુત્રી સંગીતાબેનના લગ્ન અગાઉ કરવામાં આવ્યા પછી છેલ્લા બેએક મહિનાથી તેણી રિસામણે પિયર પરત આવ્યા હતા. પુત્રીના ભવિષ્યની સતત ચિંતા કરતા પિતા થાનસિંગે માઠું લાગી આવતા આ પગલું ભર્યાનું ખૂલ્યું છે. શેઠવડાળા પોલીસે તપાસ શરૃ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાં વસવાટ કરતા જીજ્ઞેશભાઈ કાળુભાઈ ચુડાસમા (ઉ.વ.૩૦) નામના યુવાને બુધવારે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી ટીકડા ગળી લીધા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈ મનિષ ચુડાસમાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh