Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકા વચ્ચે ચલાવાતી સાત બોટના પરવાના સસ્પેન્ડ

જીએમબીએ ભર્યું કડક પગલુંઃ

જામનગર તા. ૨૬ઃ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે દોડતી કુલ પૈકીની સાત ફેરી બોટના પરવાના અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરાયા છે.

ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં લોલમલોલ ચાલતું હોવાની વિગતો અવારનવાર પ્રકાશમાં આવી રહી છે. ત્યારે જીએમબીએ ગઈકાલે આકસ્મિક ચેકીંગ કરી સાત બોટના પરવાના અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કર્યા છે.

બંદર અધિકારીએ ગુરૃકૃપા તથા અલ-અકસા, દતારીયો, યા ખ્વાજા મદદ, અલ સિકંદર, બજરંગ બલી, મગર પીર કા વસીલા નામની બોટના પરવાના જપ્ત કર્યા છે. થોડા દિવસ પહેલા વડોદરામાં બનેલી દુર્ઘટના પછી ગઈકાલે સાવચેતીના પગલારૃપે ચેકીંગ કરાયું હતું અને સાત બોટમાં નિયમનો ભંગ થતો હોય પરવાના સસ્પેન્ડ કરાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh