Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઢોર આડુ ઉતરતા બાઈક અથડાઈ પડ્યું હતુંઃ
જામનગર તા. ૨૬ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા નજીકના રામ૫ર ગામના પાટિયા પાસેથી મહેશભાઈ નારણભાઈ શીલુ નામના આસામી જીજે-૧૦-બીએસ ૫૪૫૧ નંબરના બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ કોઈ ઢોર આડુ ઉતરતા મહેશભાઈ તેની સાથે ટકરાઈ પડયા હતા. તેઓને માથામાં ઈજા થઈ હતી.
આ અકસ્માતની કોઈએ ૧૦૮ને જાણ કરતા સમર્પણ ચોકડીથી એમ્બ્યુલન્સ ધસી ગઈ હતી. ઈએમટી ગીતાબેન તથા પાયલોટ ગજેન્દ્રસિંહે ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતના સ્થળેથી મહેશભાઈના રૃા.૧ લાખ રોકડા, મોબાઈલ અને આઠેક તોલાનો સોનાનો ચેઈન મળી રૃા.૬ લાખની મત્તા મળી આવી હતી. તે મત્તા સાથે રાખી એમ્બ્યુલન્સ જામનગર આવ્યા પછી દોડી આવેલા મહેશભાઈના પરિવારજનોને તે મત્તા સોંપી આપવામાં આવતા એમ્બ્યુલન્સના કર્મયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ૧૦૮ના જિલ્લા અધિકારી વિશ્રુત જોષીએ આ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial