Advertisement
Author: નોબત સમાચાર

ઝેરી દવાવાળા વાટકામાં ભૂલથી પાણી ભરીને પી લેતાં મહિલાનું નિપજ્યું મૃત્યુ

ટ્રકમાં રૃ ભરતી વખતે શોર્ટ લાગતા યુવકનું મોતઃ

જામનગર તા. ૨૬ઃ જામનગરના મસીતિયા ગામમાં ગયા રવિવારે સવારે ટ્રકમાં રૃ ભરી રહેલા એક શ્રમિકને ઉપરથી પસાર થતી જીવંત વીજલાઈન અડકી જતાં શોર્ટ લાગવાથી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કલ્યાણપુરના જામગઢકામાં ઝેરી દવાવાળા વાટકામાં ભૂલથી પાણી પીવાઈ જતાં એક મહિલાનું મૃત્યુ થયું છે.

જામનગર નજીકના મસીતિયા ગામમાં આવેલા કાસમ ખફી નામના આસામીના મકાન પાસે ગયા રવિવારે સવારે એક ટ્રકમાં રૃનો જથ્થો ભરવામાં આવી રહ્યો હતો. જેમાં જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માળીયા હાટીના ગામના સુરજ ધીરૃભાઈ બાંભણીયા (ઉ.વ.૨૩) નામના યુવક રૃ ભરતા હતા. ત્યારે ઉપરથી પસાર થતાં જીવંત વીજવાયરને રૃની ગાંસડી અડકી જતાં વીજ આંચકો લાગવાથી સુરજ બાંભણીયા ફેંકાઈ ગયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જમનભાઈ રાઘવજીભાઈ વાદીએ પોલીસને જાણ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામમાં રહેતા કડવીબેન દેવશીભાઈ ડાભી (ઉ.વ.૪૦) નામના મહિલા ગઈ તા.૪ની બપોરે કોરાળા સીમમાં ખેતરમાં કામ કરતા હતા ત્યારે તરસ લાગતા આ મહિલાએ ભૂલથી ઝેરી દવાવાળા વાટકામાં પાણી ભરીને પી લેતાં તેણીને દવાની અસર થઈ હતી.

ઉલ્ટી-ઉબકા થવા લાગતા કડવીબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજ્યું છે. જામનગરની જી.જી. હોસ્પિટલ પોલીસચોકી ના જમાદાર એમ.એમ. બોઘરાએ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh