Advertisement
Author: નોબત સમાચાર

જન્મજાત તૂટેલા હોઠ અને તૂટેલા તાળવાની ખામી ધરાવતા બાળકો માટે પ્રાથમિક તપાસ કેમ્પ

જિલ્લા આરોગ્ય વિભાગ અને જા.મ.પા. દ્વારા

જામનગર તા. ર૬ઃ જાનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કામદાર શહેરી આરોગ્ય કેન્દ્રમાં જન્મજાત તૂટેલા હોઠ અને તૂટેલા તાળવાની ખામી ધરાવતા બાળકો માટે પ્રાથમિક તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું.

આ કેમ્પમાં મુથુટ પાપાચન ફાઉન્ડેશન અને મિશન સ્માઈલ સંસ્થા દ્વારા બાળકોની સર્જરી માટે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને ત્યારપછી ૧૦ બાળકોને સર્જરી માટે રીફર કરવામાં આવ્યા હતાં. આ તમામ ૧૦ બાળકોને સંસ્થા દ્વારા તેમના વાહનમાં રાજકોટ લઈ જવામાં આવ્યા છે.

આ બાળકોને રાજકોટની હોસ્પિટલમાં ઓપરેશન માટે રીફર કર્યા છે. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અને સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. નુપુર પ્રસાદ, ડી.પી.સી. યગ્નેશ ખારેચા, જામનગર જિલ્લા અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh