Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગવર્નર આચાર્ય દેવવ્રતે કરાવ્યું ધ્વજવંદનઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા
જુનાગઢ તા. ર૬ઃ ગુજરાતના રાજ્યસભાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જુનાગઢમાં થઈ હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યપાલે તિરંગો ફરકાવી પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓ રજુ થઈ હતી.
આજે જુનાગઢમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યપાલ દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ પરેડ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં અને રાજ્યપાલે પરેડની સલામી ઝીલી હતી.
બીજી તરફ રાજ્યભરના વિવિધ વિભાગો દ્વારા વિવિધ કરતબો પરેડ ગ્રાઉન્ડ પર રજૂ કરવામાં આવ્યા હતાં. આ માટે જુનાગઢમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રસંગ અનુરૃપ દેશભક્તિની ગીતોની પ્રસ્તુતી કરવામાં આવી હતી. આ પહેલા રાજ્યપાલએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના લોકોને સૌને ૭પ માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે દેશ અત્યારે ઉન્નતિના માર્ગે અગ્રેસર બની રહ્યો છે. રામ મંદિરની સ્થાપના સાથે દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણનો સંકલ્પ પણ સાકાર થયો છે.
પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢાનં થઈ હતી. જેમાં ગુજરાત પોલીસના રપ૬ જવાનોએ પ૧ર મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ સાથે અશ્વ શો , ડોગ શો, મલખમ બાઈક સ્ટંટ શો પણ રજુ થયા હતાં.
આ ઉપરાંત જુનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક સોરઠ ધરા સોહામણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને એક જ દિવસે ૭૮૧ કરોડના ૬૧૭ કામોની ભેટ આપી હતી. આ સાથે મુખ્યમંત્રી જુનાગઢ મહાનગર જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી-અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી. જુનગાઢ જિલ્લામાં રોડ-રસ્તા, વીજ સબસ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, પાણી પુરવઠો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો એમ રૃા. ૧૦૦ કરોડના ૧૮૭ વિકાસ કામોના લોકાર્પણ, જ્યારે જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સહિતના વિકાસને ગતિ આપતા ૧પ૦ કામો રૃા. ૮૮ કરોડના ખર્ચે હાથ ધરવા માટેનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial