Advertisement
Author: નોબત સમાચાર

જામનગરઃ કલેક્ટરને અમદાવાદ કરાયા રીફર

તબિયતમાં સુધારો, વધુ પરીક્ષણ કરાશેઃ

જામનગર તા. ર૬ઃ જામનગર જિલ્લા કલેક્ટરને હળવો હૃદયરોગનો હુમલો આવ્યા પછી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેમને વધુ તપાસ-પરીક્ષણ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.

જામનગર જિલ્લા કલેક્ટર બી.એ. શાહને છાતીમાં દુઃખાવો થતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. તેમને હળવો હૃદયરોગનો હુમલો આવ્યો હોવાથી તેમની તાત્કાલિક ધોરણે સારવાર શરૃ કરવામાં આવી હતી, જો કે ગઈકાલે તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.

જો કે, તેમના વધુ શારીરિક પરીક્ષણ અને તપાસ માટે આજે તેઓને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમના જરૃરી પરીક્ષણ અને સારવાર કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh