Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાણવડમાં થઈ હતી, જ્યાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ ધ્વજવંદન કરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ભાણવડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ગરિમાપૂર્વક ઉજવાયું હતું. આજે કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ તિરંગો લહેરાવી જિલ્લાના નાગરિકોને સ્વાંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જવાનોએ માર્ચપાસ્ટ યોજી હતી અને આશ્ચર્યજનક કરતબો રજૂ કર્યા હતાં. મંત્રી મૂળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાત અને દેશની વિકાસયાત્રા વર્ણવી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થઈ રહેલા વિવિધ વિકાસના કામોની માહિતી આપી હતી, અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની થઈ રહેલી અવિરત પ્રગતિનો ઉલ્લેખ કરીને પ્રજાસત્તાક પર્વે દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી. કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલા વિવિધ ટેલ્બોમાં સાંસ્કૃતિક, પર્યાવરણીય, વિકાસ અને લોક-કલ્યાણના વિષયોને વણી લેવાયા હતાં. શાળાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે, ડી.ડી.ઓ. સાંગાણી, અધિકારીઓ તથા પદાધિકારીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial