Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજય સ્કૂલ ફેડરેશનના પ્રમુખ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાનો સ્ફોટક પત્ર વાયરલ
ખંભાળીયા તા. ૧૯: ગુજરાત રાજ્ય સ્કૂલ ફેડરેશનના પ્રમુખ તથા શિક્ષણ કેન્દ્ર અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ રાજ્ય વિજેતા ભાસ્કર આર.પટેલના રાજ્યની શાળા સંચાલકોને જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા ગુજરાત રાજ્યમાં નિયમ વિરૂદ્ધ વારંવાર આપવામાં આવતી ધમકીઓ અંગે ચોખ્ખી ભાષામાં નિયમો અને ધમકી આપનારાઓને કાયદા નિયમના કાન પકડાવતા પત્રએ શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા જગાવી છે.
તા. ૧૮-૧૨-૨૫ના લખેલ આ પત્ર ખૂબજ વાયરલ પણ થયો છે. તેમાં જણાવેલ કે રાઈટ ટુ ડિશકનેકટ નામનો કાયદો કેરાલા સરકાર લાવી રહી છે જેમાં સવારે ૧૦ થી સાંજના ૬ કામકાજના દિવસોમાં જ ઈમેલ, વ્હોટ્સએપ કે મોબાઈલના જવાબો આપવાના રહેશે. ગુજરાતમાં શાળાઓ પાસેથી કામના સમય બાદ પણ એવી માહિતી મંગાય છે જેની ઈમરજન્સી પણ હોતી નથી, છતાં ક્યારેક અડધી રાત્રે મોબાઈલ પર કે વ્હોટ્સએપ પર મેસેજ કરી માહિતી મંગાય છે !!
રાજ્યના ૬૭ જેટલા પ્રાથમિક, માધ્યમિક જિ.શિ.ઓ જેમાંથી કેટલાક વર્ગ-૨ માંથી વર્ગ-૧ થયા છે જે હંગામીઓએ ખાતાકીય પરીક્ષા પણ આપી નથી છતાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયામાં ચમકવા શાાળાના સંચાલકોને લેખિત, મૌખિક ધમકીઓ આપે છે. શાળાની માન્યતા રદ કરીશું, શાળાનો વહીવટ સરકાર લઈ લેશે, શાળા બંધ કરાવીશું જેવી ધમકીઓ અપાય છે. આ સંદર્ભમાં આવા 'ઉત્સાહી' જિ.શિ. ને ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એકટ ૧૯૭૨ (૩૧-૧-૨૦૧૭ના સુધારા) વાંચી જવા જણાવ્યું છે !!
રાજ્યમાં ગ્રાન્ટેડ, સ્વ નિર્ભર શાળાના આચાર્યો કે સંચાલકોને શાળા બંધની ધમકી આપતા પહેલા આ નિયમો વાંચી લેવા, તો ખબર પડશે કે અનુદાનમાં પાંચ ટકા કાપ પણ જિ.શિ. શિક્ષણ નિયામક અગાઉથી જાણ સૂચના કર્યા વગર કાપી શકતા નથી.
ડી.ઈ.ઓ.ની ધમકી સામે પાંચ દરવાજા ખુલ્લા
નાના નાના મુદ્દે શાળા બંધની ધમકી આપતા જિલ્લા શિક્ષણાધિકારીઓ સામે શાળા સંચાલકો પાસે પાંચ દરવાજા ખુલ્લા હોવાનું ભાસ્કર પટેલે જણાવ્યું છે કે જિ.શિ.ના કોઈપણ હુકમથી નારાજ થઈને કમિશનર કે સચીવમાં અપીલ થઈ શકે. કચેરી કે સચીવના હુકમ સામે નામદાર ગવર્નર કે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ થઈ શકે, શિક્ષણ વિભાગના હુકમ સામે નામદાર ગવર્નર કે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ થઈ શકે. નામદાર કોર્ટના સીંગલ વેવના ચુકાદા સામે ડબલ બેચમાં અપીલ થઈ શકે તથા છેલ્લે નામદાર સુપ્રિમકોર્ટમાં પણ જઈ શકાય, આમ પાંચ પાંચ દરવાજા ખુલ્લા હોય, ખોટી રીતે ડી.ઈ.ઓ. કનડગત કરે તો ઉપરોકત નિયમોનો અભ્યાસ કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial