Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં પ્રતિબંધ છતાં ગોગો સ્મોકિંગ કોન સહિતની સામગ્રીની ઓનલાઈન ખરીદી નિરંકુશ?
જામનગર તા. ૧૯: જામનગર જિલ્લામાં ડ્રગ્સનાં સેવનમાં ઉપયોગમાં લેવાતી રોલિંગ પેપર તથા ગોગો પેપર તરીકે ઓળખાતી સામગ્રી પર ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. પરંતુ આ પ્રતિબંધ માત્ર નામનો હોય અને ઓનલાઇન આવી સામગ્રીનું બેરોકટોક વેચાણ થઇ રહૃાું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બ્રિજેશ એ. કાલરીયા દ્વારા ગત ૧૬ ડિસેમ્બરનાં જાહેરનામું બહાર પાડી જામનગર જિલ્લામાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન તથા પરફેક્ટ રોલ જેવી સામગ્રીનાં સંગ્રહ, પરીવહન અને વેચાણ પર ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ (બંને દિવસ સહિત) સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા અંતર્ગત આવી સામગ્રીઓનાં ખરીદ વેચાણ પર ઓફલાઇન (દુકાનોમાં) તથા ઓનલાઇન એટલેકે વિવિધ ઈ-કોમર્સ સાઇટ, વેબસાઇટ મોબાઈલ એપ્લિકેશન સહિતનાં માધ્યમો ઉપર પણ પ્રતિબંધ લાગુ પડશે. એટલેકે ઓફલાઇન કે ઓનલાઇન કોઇપણ રીતે તેનું ખરીદ વેચાણ થઇ શકશે નહી.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી એટલેકે ૧૬ ડિસેમ્બરથી જ અમલમાં આવ્યુ હતું પરંતુ તેનું અમલીકરણ કડક રીતે થાય છે કે નહી એ તપાસવા નોબત દ્વારા ઓનલાઇન રિયાલીટી ચેક કરવામાં આવતા ગોગો સ્મોકીંગ કોન સહિતની સામગ્રી ઇ-કોમર્સ સાઇટ ઉપર આરામથી જામનગરના ગ્રાહક ઓર્ડર કરી શકતા હોવાની હકીકત સામે આવતા જાહેરનામા દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ માત્ર નામનો હોવાનું ચિત્ર ઉપસ્યું છે અને ઓનલાઇન આવી વસ્તુઓનો ઓર્ડર થઇ શકે છે એ પ્રકાશમાં આવતા જાહેરનામાના અમલીકરણ ઉપર સવાલ ઉઠ્યા છે. ઉલ્લેખનીય તાજેતરમાં ડ્રગ્સનાં સેવનમાં ઉપયોગમાં લેવાતા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન જેવી સામગ્રી પર રાજ્યભરમાં પ્રતિબંધાત્મક કાર્યવાહી ચાલુ કરવામાં આવી. સુરતમાં ગલ્લે ગલ્લે આવી સામગ્રી વેચાતું હોવાનું પ્રકાશમાં આવ્યા પછી રાજ્ય સરકાર ઊંઘમાંથી સફાળી જાગી હતી અને જાહેરનામાઓ બહાર પાડી પ્રતિબંધો અમલી બનાવી જિલ્લા વાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial