Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર જિલ્લામાં આયોજિત મેદસ્વિતા કેમ્પનું સફળતાપૂર્વક સમાપન ૧૦ ડિસેમ્બર -૨૦૨૫ના થયું હતું. જામનગર શહેરમાં ચાલતા બે કેમ્પોમાં નોંધપાત્ર સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કેમ્પ દરમિયાન ભાગલેનારાઓને આરોગ્ય અને જીવનશૈલી સંબંધિત અનેક વિષયો પર ઊંડું અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુર્વેદ નિષ્ણાંત ડો. ગિરિરાજસિંહ ગોહિલએ આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે નેચરોપેથી, યોગ ગેમ્સ, અને સાયન્ટિફિક નોલેજના વિવિધ સત્રો દ્વારા લોકોને પ્રાયોગિક રીતે આરોગ્ય સુધારવાના ઉપાયો શીખવવામાં આવ્યા હતા.
ઉપરોક્ત કેમ્પના દરેક દિવસે અલગ-અલગ વિષયો પર સત્રો યોજાયા હતા. જેમ કે ખાંડના (સુગર) વધુ ઉપયોગના નુકસાન અને તેના બદલે લેવામાં શકાય તેવા ઉકાળા, તેલ (ઓઇલ) ઓછું કરવાના સરળ વિકલ્પો પોતાના જીવનમાં લાઇફસ્ટાઇલ ચેન્જ કેવી રીતે લાવવી, પ્રકૃતિ તરફ ફરીથી પાછા વળવા માટેના પદ્ધતિસર માર્ગદર્શન, ભાગલેનારાઓને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે યોગ્ય જ્ઞાન, અનુભવ અને પ્રેરણા બંને મળી રહી હતી. જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, તેમ જિલ્લા યોગ કોઓડીનેટર હર્ષિતા મહેતાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial