Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા મંગળવારે વકીલને રોકી લેવાયા હતાઃ
જામનગર તા. ૧૯: જામજોધપુરના એક એડવોકેટને ગયા મંગળવારે સમર્પણ હોસ્પિટલ પાસે તેઓ જ્યારે સ્કૂટર પર જતા હતા ત્યારે નંબર પ્લેટ વગરના ડબલસવારી બાઈકે આંતર્યા હતા. બે શખ્સે આ વકીલ પાસેથી રૂ.૧૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી બે શખ્સને પકડી લેવામાં આવ્યા છે.
જામજોધપુરના એડવોકેટ ગૌતમભાઈ કેશવભાઈ કારેણા ગયા મંગળવારે પોતાના એક કામસર જામનગર આવ્યા પછી સ્કૂટરમાં બેસીને પરત જતા હતા ત્યારે સમર્પણ હોસ્પિટલ પાસે ધસી આવેલા ડબલસવારી બાઈકે તેઓને આંતરી લીધા હતા.
બાઈક પરથી ઉતરેલા બે શખ્સે વકીલ ગૌતમભાઈ પાસેથી કેટલાક કાગળીયા પડાવી લેવા ઉપરાંત રૂ.૧૦ હજાર કયુઆર કોડથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
તપાસમાં જોતરાયેલી સિટી સી ડિવિઝન પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસતા નંબર પ્લેટ વગરનું એક બાઈક ધ્યાનમાં આવ્યું હતું. તે બાઈકના દબાવાઈ રહેલા સગડ દરમિયાન જામનગરના નવાગામ ઘેડ સ્થિર મધુરમ સોસાયટીમાં રહેતા રાજવીર હેમતભાઈ મારકણા તથા રામેશ્વરનગરના માટેલચોકમાં રહેતા શબ્બીર ગફાર સંઘારના નામ ખૂલ્યા હતા. પોલીસે બંને શખ્સને દબોચી લઈ રૂ.૧૦ હજાર કબજે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial