Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરમત પાટીયા પાસે યુવાન પર મોટરમાં આવેલા ચાર શખ્સનો હલ્લોઃ
જામનગર તા. ૧૯: જામનગરના રણજીત સાગર રોડ પર નાનકપુરી નજીક આવેલી ફાયનાન્સની ઓફિસની બહાર ગઈકાલે સાંજે મારામારી થઈ હતી. ફાયનાન્સનું કામ કરતા એક યુવાનને ચાર પુત્ર-પિતાએ ધોકાવ્યો હતો. તેની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. સામાપક્ષે પણ ફાયનાન્સ પેઢીવાળા સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. સરમત પાટીયા પાસે ગઈકાલે સાંજે એક યુવાનને ચાર શખ્સે ફડાકા ઝીંકી ધોકાથી ફટકા માર્યાની રાવ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મારૂ કંસારા હોલ પાછળ યશ ટાવરમાં રહેતા અને ફાયનાન્સનું કામ કરતા તેજસ રાજેશભાઈ નંદાએ રાવળવાસમાં રહેતા રવિરાજ યોગેશભાઈ ડાભી, બનીયા યોગેશભાઈ ડાભી, સાગર યોગેશભાઈ ડાભી અને અને યોગેશભાઈ ડાભી નામના ચાર પુત્ર-પિતા સામે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ નાનકપુરી પાસે કુબેર એન્ટરપ્રાઈઝ નામની તેમની પેઢી પાસેથી રવિરાજ ડાભીએ રૂ.૩ હજાર ઉછીના મેળવ્યા હતા. તે પૈસા માટે ગઈકાલે સાંજે તેજસ નંદાએ ફોન કરતા તેઓને બોલાવાયા હતા. ત્યાં જતા જ ઉપરોક્ત પુત્ર-પિતા તૂટી પડ્યા હતા. બનીયાએ મુંઠથી અને યોગેશ તથા સાગરે લોખંડના કડાથી હુમલો કરી માર માર્યાે હતો. તે ઉપરાંત યોગેશે છરી બતાવી મારા દીકરા પાસે પૈસા માંગીશ તો તને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. સિટી એ ડિવિઝન માં તેની ફરિયાદ કરાઈ છે.
આ ફરિયાદની સામે રવિરાજ યોગેશભાઈ ડાભીએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ દોઢેક વર્ષ પહેલાં રૂ.૩ હજાર તેજસ રાજેશભાઈ નંદા પાસેથી હાથઉછીના લઈ પોતાની સ્માર્ટ વોચ આપી હતી તે પછી ગઈકાલે સાંજે તેજસે પૈસા આપી જવા ફોન કરતા રવિવારે પૈસા નથી, ઘડિયાળ રાખો તેમ કહેતા તેજસે ગાળો ભાંડી હતી. તે પછી કુબેર એન્ટરપ્રાઈઝ નામની પેઢીએ મળવા જતા તેજસે ગાળો ભાંડ્યા પછી ધોકાથી હુમલો કરી માથામાં ઈજા પહોંચાડવા ઉપરાંત પતાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લીધી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સરમત ગામના પાટીયા પાસે રહેતા જયદીપ મનુભાઈ સાખરા નામના ગઢવી યુવાન ગઈકાલે સાંજે ચંદરીયા સ્કૂલ પાસે અવેડા નજીક ઉભા હતા ત્યારે જીજે-૧૦-ડીઈ ૫૫૫૮ નંબરની સ્કોર્પિયો મોટરમાં ધસી આવેલા ધીરૂ પબાભાઈ રૂડાચ, વિરમ હરદાસ રૂડાચ અને બે અજાણ્યા શખ્સે ગાળો ભાંડી હતી.
મોટરમાંથી ધીરૂ પબાભાઈ છરી સાથે ઉતર્યા હતા અને વિરમ હરદાસે ધોકો કાઢયો હતો. તે પછી ધીરૂએ બે ફડાકા ઝીંક્યા હતા અને વિરમે ધોકાના બે ફટકા માર્યા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સ નાસી જતા સિક્કા પોલીસ મથકમાં જયદીપભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial