Advertisement
Author: નોબત સમાચાર

વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ!!!

તા. ૩૧-૦૭-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે...

શુક્રવારના રોજ ભારતીય શેરબજારમાં દિવસ દરમિયાન ઊંચી વોલેટિલિટી છતાં એકંદરે રચનાત્મક વલણ જોવા મળ્યું હતું. શરૂઆતમાં વૈશ્વિક અનિશ્ચિતતા, અમેરિકન ફેડની વ્યાજદર નીતિ અંગેની સાવચેતી અને ઊંચા મૂલ્યાંકનને કારણે રોકાણકારોએ મર્યાદિત અભિગમ અપનાવ્યો હતો. જોકે દિવસ આગળ વધતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નોંધપાત્ર ખરીદી, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના સતત નાણાંપ્રવાહ, પ્રથમ ત્રિમાસિકના અપેક્ષા કરતાં સારા કોર્પોરેટ પરિણામો, વૈશ્વિક ટેક્નોલોજી શેરોમાં મજબૂતી તથા બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈને કારણે ખરીદદારો ફરી સક્રિય બન્યા હતા. પરિણામે મુખ્ય સૂચકાંકો દિવસ દરમિયાન નોંધપાત્ર વધઘટ બાદ સકારાત્મક ઝોનમાં સ્થિર  થયા હતા. જોકે ઉપરના સ્તરે નફાવસૂલી અને કેટલાક હાઈ વેલ્યુએશન ધરાવતા શેરોમાં વેચવાલીને કારણે બજારમાં વોલેટિલિટી યથાવત્ રહી હતી.

બજારમાં તેજી પાછળ અનેક મજબૂત મૂળભૂત પરિબળોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા નોંધપાત્ર ખરીદી થવાથી બજારમાં લિક્વિડિટી અને રોકાણકારોના વિશ્વાસમાં સુધારો જોવા મળ્યો હતો. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી તથા એસઆઈપી દ્વારા આવતો સ્થિર નાણાંપ્રવાહ બજારને મજબૂત આધાર પૂરો પાડી રહ્યો હતો. પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા રહેતા બજારની કમાણી અંગેનો વિશ્વાસ મજબૂત બન્યો હતો. માઇક્રોસોફ્ટ સહિત વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓના મજબૂત પરિણામોના કારણે વૈશ્વિક ટેક્નોલોજી શેરોમાં તેજી જોવા મળી હતી, જેનો સકારાત્મક પ્રભાવ ભારતીય ઇન્ ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં પણ જોવા મળ્યો હતો. ઉપરાંત બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈને કારણે આયાત ખર્ચ અને ફુગાવા અંગેની ચિંતામાં ઘટાડો થયો હતો, જે ભારતીય અર્થવ્યવસ્થા માટે હકારાત્મક પરિબળ સાબિત થયો હતો.

આ તમામ હકારાત્મક પરિબળો છતાં બજારમાં દિવસ દરમિયાન અસ્થિરતા યથાવત્ રહી હતી. તેનું મુખ્ય કારણ અમેરિકન ફેડની આગામી નાણાકીય નીતિ અંગેની અનિશ્ચિતતા, વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધઘટ, ઊંચા મૂલ્યાંકનને કારણે ઉપરના સ્તરે નફાવસૂલી, કેટલાક બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં પસંદગીયુક્ત વેચવાલી તથા ટૂંકા ગાળાના ટ્રેડરો દ્વારા પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. વૈશ્વિક રોકાણકારોની સાવચેતી અને આગામી આર્થિક આંકડાઓ પહેલાં પોઝિશન એડજસ્ટમેન્ટને કારણે દિવસ દરમિયાન સૂચકાંકોમાં સતત વધઘટ જોવા મળી હતી. તેમ છતાં મજબૂત સ્થાનિક અને વિદેશી ખરીદીને કારણે વેચવાલીનું દબાણ મર્યાદિત રહ્યું હતું.

આજના સત્રનું સૌથી મહત્વપૂર્ણ પાસું વિદેશી સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદી રહ્યું હતું. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય ઇક્વિટી બજારમાં નોંધપાત્ર નાણાંપ્રવાહ નોંધાયો હતો, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ સતત નેટ ખરીદી જાળવી રાખીને બજારને મજબૂત ટેકો પૂરો પાડ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બંને તરફથી મળેલા મજબૂત લિક્વિડિટી સપોર્ટને કારણે બજાર દિવસ દરમિયાન વોલેટિલિટી હોવા છતાં સ્થિર રહ્યું અને મુખ્ય સૂચકાંકો સકારાત્મક ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યા હતા.

નિફ્ટી ફ્યુચર ટ્રેન્ડ : નિફ્ટી ફયુચર ૨૪૪૩૪ પોઈન્ટ : આગામી સંભવિત નિફ્ટી ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ તેમજ ૨૪૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સથી ટ્રેડિંગ સંદર્ભે ૨૪૩૮૮ પોઈન્ટ થી ૨૪૩૦૩ પોઈન્ટ તથા ૨૪૨૮૦ પોઈન્ટ આસપાસ મહત્વપૂર્ણ સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ૨૪૨૮૦ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઈએ....!!!

સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડ :

પીજીઈએલ (૬૧૯) : ઇજનેરી અને ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૫૭૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૬૩૮ થી રૂ।.૬૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૬૪૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!

પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (૪૨૬) : ટેકનીકલ ચાર્ટ મુજબ પાવર ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ।.૩૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૩૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ।.૪૪૩ થી રૂ।.૪૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

કોલ ઇન્ડિયા (૩૮૯) : રૂ।.૩૭૩ નો પ્રથમ તેમજ રૂ।.૩૬૫ ના બીજા સપોર્ટથી કોલ માઇનિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૩૯૭ થી રૂ।.૪૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (૨૩૯) : પાવર ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ।.૨૨૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ।.૨૪૭ થી રૂ।.૨૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ।.૨૬૫ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ભાવિ દિશા : ભારતીય શેરબજારનો મધ્યમ અને લાંબા ગાળાનો દૃષ્ટિકોણ હજુ પણ રચનાત્મક અને હકારાત્મક રહ્યો છે. જો વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદીનો પ્રવાહ યથાવત્ રહેશે, પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અપેક્ષા મુજબ મજબૂત રહેશે અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ નિયંત્રણમાં રહેશે, તો આગામી સત્રોમાં બેન્કિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટો સેક્ટરમાં વધુ સંસ્થાકીય ખરીદી જોવા મળી શકે છે. જોકે અમેરિકન ફેડની નાણાકીય નીતિ, વૈશ્વિક બોન્ડ યીલ્ડ, ભૂરાજકીય પરિસ્થિતિ અને ઉપરના સ્તરે નફાવસૂલીને કારણે ટૂંકા ગાળામાં વોલેટિલિટી યથાવત્ રહેવાની સંભાવના છે. તેથી રોકાણકારોએ ગુણવત્તાસભર લાર ્જકેપ શેરોમાં તબક્કાવાર રોકાણ, યોગ્ય એસેટ એલોકેશન અને જોખમ વ્યવસ્થાપન સાથે પસંદગીયુક્ત અભિગમ અપનાવવો વધુ યોગ્ય રહેશે.

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh