Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી

પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. રરઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, ડાંગ, દીવ-દમણ, દાદરાનગર હવેલીમાં ચોમાસા પહેલાનો હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે, આવતીકાલે ગીરસોમનાથ, અમરેલી, વલસાડ, ડાંગ, નવસારી ઉપરાંત તાપી અને ભાવનગર જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી થઈ છે,

તે પછી તા. ર૪ થી ર૭ સુધી સમગ્ર રાજયમાં હવામાન ફરીથી સુકુ અને કોરૂ રહેશે. ખેડૂતોને કમોસમી વરસાદને લઈને સાવચેત રહેવા જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh