Advertisement
Author: નોબત સમાચાર

પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ બે શખ્સની અટકાયત કરી જેલમાં ધકેલાયા

એસઓજીએ તૈયાર કરેલી દરખાસ્ત મંજૂર થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર શહેર-જિલ્લામાં કેફી પદાર્થાેની હેરાફેરી, વેપાર અટકાવવા માટે ચાંપતા પગલા ભરી રહેલી પોલીસ દ્વારા ગઈકાલે પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ જામનગર તથા ધ્રોલના એક-એક શખ્સની અટકાયત કરાઈ છે. એસઓજીએ તૈયાર કરેલી તે માટેની દરખાસ્તને મંજૂરી મળતા આ બંને શખ્સને અમદાવાદ તથા ભુજની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

જામનગર શહેર તથા જિલ્લામાં કેફી પદાર્થાેની હેરાફેરી, વેચાણ અટકાવવા માટે અને આવી પ્રવૃત્તિ કરતા શખ્સોને પાંજરે પુરવા માટે રાજકોટ રેન્જના આઈજીની સૂચનાથી એસપી ડો. રવિમોહન સૈની દ્વારા આવા તત્ત્વોને પકડી પાડવા માટે અને વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા શખ્સોને પીઆઈટી, એનડીપીએસ હેઠળ જેલમાં મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી.

તે અન્વયે જામનગર એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ વી.બી. ચૌધરી તેમજ પીએસઆઈ એલ.એમ. જેર, એ.વી. કેર તથા એસઓજી ટીમ દ્વારા એનડીપીએસના ગુન્હાઓમાં સંડોવાયેલા શખ્સોની વિગતો એકઠી કરાઈ રહી હતી.

ત્યારપછી ધ્રોલની રઝવી સોસાયટીમાં રહેતા શાહરૂખ સફીભાઈ હાસમાણી ઉર્ફે ભુરા તથા જામનગરના મચ્છરનગરમાં હાઉસીંગ બોર્ડની કોલોનીમાં રહેતા જેમ્સ જેકબ ક્રિશ્ચયન વિરૂદ્ધ પીઆઈટી એનડીપીએસ હેઠળ દરખાસ્ત તૈયાર કરાઈ હતી. તે દરખાસ્ત મંજૂર થતાં ગઈકાલે મંજૂર થતાં બેનેની અટકાયત કરાઈ છે. આ આરોપીઓને અમદાવાદ તથા ભુજની જેલમાં ધકેલી દેવાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh