Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજી તથા ડોગ સ્કવોડની ટીમ ધસી ગઈઃ
જામનગર શહેરના એસટી ડેપો, રેલવે સ્ટેશન, સાતરસ્તા રિક્ષા સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર ગઈકાલે એસઓજી ટીમ દ્વારા ડોગ સ્કવોડને સાથે રાખી સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સ્થળની આજુબાજુમાં આવેલા લારી-ગલ્લા તેમજ ત્યાં પાર્ક કરાયેલા વાહનોની પણ ચકાસણી કરવામાં આવી હતી. જુદી જુદી કુરિયર સર્વિસની ઓફિસમાં પણ ડોગ સ્કવોડને સાથે રાખી ચેકીંગ કરાયું હતું. તે ઉપરાંત તળાવની પાળના પાર્કિંગમાં અને અન્ય સ્થળે વાહનો પર બેસી રહેતા કેટલાક વ્યક્તિઓની પણ ચકાસણી ઉપરાંત વાહનોના કાગળોનું ચેકીંગ કરાયું હતું. આતંકવાદી પ્રવૃત્તિના ઈનપુટના અનુસંધાને તેમજ આગામી તહેવારને લક્ષમાં રાખી ચેકીંગ ઝંુબેશ શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial