Advertisement
Author: નોબત સમાચાર

કોકરોચ જનતા પાર્ટી મુદ્દે શશિ થરૂરે કહ્યું: 'આ મૂવમેન્ટ યુવાવર્ગની હતાશાનું પ્રૂફ'

એક્સ હેન્ડલ બંધ કરવું એ મોટી ભૂલઃ કોંગી નેતા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. રરઃ કોંગી નેતા શશિ થરૂરે કહ્યું છે કે, કોકરોચ જનતા પાર્ટીની મૂવમેન્ટ રાજકીય સિસ્ટમ પ્રત્યે યુવાવર્ગની નારાજગી દેખાડે છે, અને એક્સ હેન્ડલ બંધ કરવું એ ભૂલ હતી. વિપક્ષ માટે આ એક તક પણ છે અને પડકાર પણ છે.

દેશના ડિજિટલ સ્પેસમાં રાતોરાત સનસનાટી મચાવનારી વ્યંગાત્મક મૂવમેન્ટ 'કોકરોચ જનતા પાર્ટી' હવે માત્ર સોશિયલ મીડિયા મજાક નથી રહી, પરંતુ દેશના રાજકારણનું નવું હથિયાર બની ગઈ છે. આ પ્લેટફોર્મના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઓર્સની સંખ્યા દેશની બે સૌથી મોટી નેશનલ પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ કરતા પણ વધારે થઈ ગઈ છે.

આ સમગ્ર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરે એક ઈન્ટરવ્યૂમાં મોટું નિવેદન આપ્યું છે. થરૂરે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલું આ આંદોલન યુવાનોની હતાશા બહાર કાઢવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. નીટ પરીક્ષાના પેપરલીક પછી લોકોની ધીરજ ખૂટી છે, જ્યારે પેપર લીક થયું, ત્યારે લાખો બાળકો જેઓ વર્ષોથી તૈયારી કરી રહ્યા હતાં, તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા. આ અત્યંત ગંભીર બાબત છે. યુવાનો હવે સાફ કહી રહ્યા છે કે 'હવે બહુ થયું!' અને આવા સમયે તેમનું એક્સ હેન્ડલ બંધ કરવું એ સરકારની ઘાતક ભૂલ છે.

શશી થરૂરે કહ્યું કે તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની નવી પાર્ટીની જીતને 'ઝેન ઝેડ'ની જીત તરીકે જોવી એકદમ સાચી છે. તેમના મોટાભાગના મતદારો ૩૦ વર્ષથી ઓછી ઉંમરના છે. આ સાબિત કરે છે કે નવી પેઢી અત્યારે બેચેન છે, હતાશ છે અને નવા વિકલ્પો શોધી રહી છે.

થરૂરે સ્વીકાર્યું કે યુવાનો માતર સત્તાધારી પક્ષથી જ નહીં, પરંતુ કદાચ આખી રાજકીય સિસ્ટમથી નારાજ છે અને આમાં વિપક્ષનો પણ સમાવેશ થાય છે, પરંતુ જો આ ગુસ્સો માત્ર સોશિયલ મીડિયા પૂરતો જ રહેશે, તો યુવાનોના જીવનમાં કોઈ વાસ્તવિક સુધારો નહીં થાય. તેમણે કહ્યું કે, વિપક્ષ સામે અત્યારે સૌથી મોટો પડકાર અન તક એ છે કે આ અસંતોષને મુખ્ય પ્રવાહના રાજકારણમાં, ચૂંટણીલક્ષી પરિવર્તનમાં અને મતપેટીમાં અલગ પરિણામો લાવવા માટે રૂપાંતરિત કરવામાં આવે. આપણ હવે એવો સંદેશ આપવો પડશે જે આ યુવાનોને આપણી તરફ આકર્ષે. સીજેપીની વેબસાઈટ પર જે મેનિફેસ્ટો છે, વિપક્ષ ત મુદ્દાઓને સપોર્ટ કરવા અને અમલમાં મૂકવા તૈયાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh