Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ખેડૂતોને જરૂરી ચકાસણી કરીને ર૦૦ લિટર જ ડીઝલ આપવાનો આદેશ

સંગ્રહાખોરો-કાળાબજાર પર નિયંત્રણ માટે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રરઃ સંગ્રહાખોરી-કાળાબજારી અટકાવવા દ્વારકા જિલ્લામાં પેટ્રોલ પંપો પર ડીઝલની તંગી વચ્ચે મામલતદારો દ્વારા ૭/૧ર ચેકીંગ સાથે ર૦૦ લીટર જ જથ્થો આપવાનો આદેશ થયો હોવાનું જાણવા મળે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ પંપો પર ખેડૂતો દ્વારા ડીઝલ મેળવવા કતારો લાગતી હોય, તથા એકસાથે મોટા પ્રમાણમાં ખરીદી થતા પેટ્રોલપંપો પર જથ્થો તુરત જ ખલાસ થઈ જતો હોય, દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં મામલતદારો દ્વારા તમામ પેટ્રોલપંપના સંચાલકોને ખેડૂતોને માત્ર ર૦૦ લીટર જ આપવા તથા રજિસ્ટર નિભાવવા હુકમ કર્યો છે જેથી સંગ્રહખોરી અને કાળાબજાર અટકે.

મામલતદારો દ્વારા પેટ્રોલપંપ સંચાલકોને લેખિત જાણ કરીને ર૦૦ લીટર જથ્થો જ આપવા તથા ખેડૂતો જથ્થો લેવા આવે ત્યારે તેમની પાસેથી ૭/૧ર તથા આઠ અ ના દાખલા લેવા ખેડૂતનું આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડની નકલ લેવી, ૭/૧ર માં જેમનું નામ હોય તેમના નામના ટ્રેક્ટર કે સાધનોના ચાર આર.સી. બુકની નકલ લેવી, જેના નામનું ૭/૧ર હોય તેમના નામની આર.સી. બુક હોય તેમને જ આપવું વિગેરે બાબતોના રજિસ્ટર નિભાવવા પણ જણાવાયું છે.

ખંભાળિયા મામલતદાર યશપાલદાન ગઢવીએ જણાવ્યું હતું કે અગાઉથી જ આ પ્રમાણે સૂચના તથા રજિસ્ટર માટે જણાવાયું હતું, જેનો યોગ્ય અમલ ના થતા આ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તથા ચેકીંગ પણ કરવામાં આવશ તથા અકે જ સાતબાર પર એકથી વધુ પંપ પર જઈને ડીઝલ મેળવીને સંગ્રહખોરી કે કાળાબજાર કોઈ કરતા નથી ને તે અંગે પણ રજિસ્ટરની ઉલબ્ધ માહિતી ઉપરથી ચેકીંગ પણ કરવામાં આવશે.

જો કે હાલ ચોમાસા પહેલા ખેેડૂતો પોતાની જમીન ખેડવા લેવલીંગ કરવા માટી નાખવા કાર્યવાહી કરવા માંગે છે ત્યારે જ આવી અછતની જરૂરતવાળા ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh