Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માવતરેથી પૈસા લઈ આવવાનું કહેવાયું:
જામનગર તા. ૨૨: જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતા એક યુવતીએ રબાની પાર્કમાં રહેતા પતિ, સાસુ, બે નણંદ, જેઠ-જેઠાણી સામે ત્રાસ આપવા અને માવતરેથી પૈસા લઈ આવવાની માગણી કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી નવી નિશાળ પાસે રહેતા સેનીલાબેન અભરામ નામના યુવતીના નિકાહ વર્ષ ૨૦૨૦માં કાલાવડ નાકા બહાર આવેલા રબાની પાર્કમાં રહેતા રફીક અબ્દુલ સુમરા સાથે થયા પછી આ પરિણીતાને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.
ઘરમાં નાની બાબતોમાં ઝઘડા કરી પતિ રફીક ઉપરાંત જેઠ હનીફ અબ્દુલ, જેઠાણી કુલસુમ હનીફ, સાસુ હલીમા અબ્દુલ, નણંદ હમીદા સાબીર, શહેનાઝ દ્વારા ક્રુરતા આચરવા ઉપરાંત ગાળો ભાંડી મારકૂટ કરાતી હોવાની અને સેનીલાબેનને માવતરેથી પૈસા લઈ આવવાનું કહેવાનું હતું તેવી ફરિયાદ ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં સેનીલાબેને નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial