Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સફાઈ કામદારો અને તેઓના આશ્રિતોને
ખંભાળિયા તા. ૨૨: સરકારશ્રી દ્વારા રાજયના સફાઇ કામદારો અને તેઓના આશ્રિતો કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ વ્યકિતગત રૂ. ૧,૭૦,૦૦૦/-ની સહાય ચાર હપ્તામાં મળવાપાત્ર છે. નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમ્યાન આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેવા અરજદારોએ રંંૅજઃ//ીજટ્ઠદ્બટ્ઠદ્ઘાટ્ઠઙ્મઅટ્ઠહ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી પુરાવા માત્ર ઓનલાઇન સબમિટ કરવાના રહેશે, તેમજ જ્યારે સંબંધિત અધિકારીશ્રી જણાવે ત્યારે અસલ દસ્તાવેજ રજુ કરવાના રહેશે.
વધુ માહિતી માટે જિલ્લા મેનેજર, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન ,ગ્રાઉન્ડ ફલોર રૂમ નં સી/જી ૧૧-૧૨, ધરમપુર લાલપુર બાયપાસ રોડ, મું.તા.ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરી શકાશે તેમ યાદીમાં જણાવ્યું છે અને આ યોજનાનો લાભ લેવા નિગમના જિલ્લા મેનેજરશ્રી એચ.આર.ઠોસાણી દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial