Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય તસ્કરીનું મોટું રેકેટ ઝડપ્યું:
દિલ્હી તા. રરઃ દિલ્હીમાં હથિયાર સપ્લાયના ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ થયો છે. આ જથ્થો લોરેન્સ-બમ્બીહા સહિતની ગેંગને સપ્લાય થવાનો હતો.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગ સાથે જોડાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલવામાં આવેલા અત્યાધુનિક હથિયારોની સપ્લાય ભારતના કુખ્યાત ગેંગસ્ટરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક તસ્કરો રાજધાની દિલ્હીમાં હથિયારોની મોટી ખેપ પહોંચાડવા માટે આવાના છે. આ ઈનપુટના આધારે પોલિસે દિલ્હીના રોહિણી વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી અને ચારેય આરોપીઓને હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં. ધરપકડ કરાયેલા આરોપીઓ પંજાબ અને ઉત્તરપ્રદેશના રહેવાસી છે.
પોલીસના જણાવ્યા અનુસાર હથિયારોની આ ખેપ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા પંજાબના રસ્તે ભારત પહોંચાડવામાં આવી હતી. ત્યાંથી આ તસ્કરો તેને દિલ્હી લાવ્યા હતાં, જ્યાંથી તે લોરેન્સ બિશ્નોઈ, બંબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ જેવી કુખ્યાત ગેંગને સપ્લાય થવાની હતી. જપ્ત કરાયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઈ-ટેક અને અત્યાધુનિક વેપન્સનો સમાવેશ થાય છે. પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આ રેકેટના અન્ય સભ્યોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial