Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લઘુબંધુ તથા હેમલતાબા પરિવારની સહમતી સાથે
જામનગર તા. રરઃ જૈન શ્રેષ્ઠી સ્વ. મુકેશભાઈ જયસુખલાલ શાહ અરિહંત શરણ પામતા તેમના ચક્ષુઓનું શાહ પરિવારે ચક્ષુ દાન કરતા બે દૃષ્ટિહિન બાંધવને નવી રોશની આપવાનું પુણ્યકાર્ય કરીને સમાજને નવો રાહ ચીંધેલ છે.
જામનગરના જૈન શ્રેષ્ઠી મુકેશભાઈ જે. શાહ અરિહંત શરણ પામતા તેના લઘુબંધુ જૈન શ્રેષ્ઠી પંકજભાઈ જયસુખલાલ શાહ, સંઘ માતા હેમલતાબા પરિવારની સહમતીથી અને જમાઈ મિહિરભાઈ મોદીની પ્રેરણાથી સ્વ. મુકેશભાઈના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી તથા ચક્ષુદાન અભિયાન સમિતિ સંયોજક અનુપમભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદ રેડકોર્સ સોસાયટીનો ચક્ષુદાનમાં અમૂલ્ય સહકાર મળેલ, સંસ્થાનું આ ૧૭૬મું ચક્ષુદાન છે. શહેરીજનોને પોતાની આસપાસ કે પાડોશમાં રહેતા પરિવારમાં કે અન્ય કોઈના અવસાન વેળાએ ચક્ષુદાન માટે પ્રેરણા આપવા અને માનવતાના ઉમદા કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી છે. ચક્ષુદાન માટે કોઈપણ સમયે સમિતિના અનુપમ દોશી મો. ૯૪ર૮ર ૩૩૭૯૬ અથવા ઉપેનભાઈ મોદી મો. ૯૮ર૪૦ ૪૩૧૪૩ નો સંપર્ક સાધવા જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial