Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગ્નની લાલચ આપી કર્યું હતું અપહરણઃ
ખંભાળિયા તા. ૨૨: ખંભાળિયા પંથકમાંથી ગઈકાલે એક સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો છે.
ખંભાળિયા પોલીસ મથકમાં ગઈકાલે એક વ્યક્તિએ પોતાની સગીર વયની પુત્રીનું ખંભાળિયાના શક્તિનગરમાં શીરૂ તળાવ પાસે રહેતા અરશીભાઈ નારણભાઈ ચાવડા નામના શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કર્યાની ફરિયાદ કરી હતી. ફરિયાદના પગલે ખંભાળિયાના પીઆઈ બી.જે. સરવૈયાની સુચનાથી પીએસઆઈ એન.એસ. ગોહિલ તથા સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોપી અરશીભાઈ ચાવડા (ઉ.વ.૨૬) ઝડપાઈ ગયો છે. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial