Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામગીરીનું અસહ્ય ભારત ગણાવીને શિક્ષક સંઘે કોડિનારમાં કરેલો બહિષ્કાર રાજ્યવ્યાપી બનશે?
અમદાવાદ તા. રરઃ ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો પરના વધારાના કામના ભારણ અને તણાવને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી જીવલેણ ઘટનાઓએ રાજ્યવ્યાપી ચિંતા જગાવી છે. ચાર શિક્ષકોના આ કામગીરી દરમિયાન મૃત્યુ થતા હાહાકાર મચ્યો છે અને કોડિનારના બહિષ્કારની અસર રાજ્યવ્યાપી બને તેવા સંકેતો મળી રહ્યા છે.
ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી માટે બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા શિક્ષકો પરના વધારાના કામના ભારણ અને તણાવને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી જીવલેણ ઘટનાઓએ રાજ્યવ્યાપી ચિંતા જગાવી છે.
ખેડા, દાહોદ, ગીર સોમનાથ અને વડોદરા જિલ્લાઓમાં બનેલી ચાર કરૂણ ઘટનાઓએ શિક્ષક સંઘો અને રાજકીય પક્ષોને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવાની ફરજ પડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની અને હાલ વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા ઉષાબેન ઈન્દ્રસિંહ સોલંકી ગોરવા આઈટીઆઈમાં ફરજ બજાવતા હતાં. હાલમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓ સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં બીએલઓના સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા હતાં.
આજે કામગીરી દરમિયાન અચાનક ઉષાબેનને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતાં. સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ પછી તેમને મૃત જાહેર કર્યા હતાં.
ઉષાબેનના આકસ્મિક નિધનથી તેમના પરિવાર પર આભ ફાટ્યું છે. તેમના પતિ ચંદ્રસિંહ સોલંકીએ આ ઘટના માટે તંત્રને જવાબદાર ઠેરવતા ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ કામના ભારણ અને તણાવને કારણે હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહૃાું છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ પણ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
બીએલઓની ફરજના બેવડા ભારણ અને સતત તણાવને કારણે આ પહેલા પણ દુઃખદ ઘટનાઓ બની હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ખેડા નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ પરમારનું હ્ય્દયરોગના હુમલાથી નિધન થયું. પરિવારજનોનો આક્ષેપ છે કે, મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરવાના કારણે તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા.
બેલ્ધા ગામના બીએલઓ સહાયક અને પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પનાબેન પટેલ (પ૬ વર્ષ) નું પણ રાત્રિ દરમિયાન તબિયત લથડતા હાર્ટ એટેકથી મૃત્યુ થયું. જોકે, મુખ્ય બીએલઓએ તેમના પર કામનું કોઈ દબાણ ન હોવાનો દાવો કર્યો છે.
કોડિનારના દેવળી ગામે રહેતા એક શિક્ષકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે સ્થળ પરથી મળેલી સુસાઈડ નોટ કબજે કરી છે. જેમાં સ્પષ્ટપણે એસઆઈઆરની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ગંભીર અને પુનરાવર્તિત ઘટનાઓ પછી શિક્ષક સંઘે ઉગ્ર વલણ અપનાવ્યું છે. કોડીનારના શિક્ષકના આપઘાતને બીએલઓની કામગીરીના અસહ્ય ભારણનું પરિણામ ગણીને શિક્ષક સંઘે બીએલઓની કામગીરીનો તાત્કાલિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
શિક્ષક સંઘોએ આક્ષેપ કર્યો છે કે, શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં જોતરવાથી માનસિક તણાવ વધે છે અને શિક્ષણકાર્યને પણ નુકસાન થાય છે. આ બહિષ્કારની અસર હવે માત્ર કોડીનાર નહીં, પરંતુ રાજયભરમાં દેખાશે. આ મામલે રાજકીય પક્ષોએ પણ સરકાર સામે શિક્ષકો પરના કામના ભારણને તાત્કાલિક ઘટાડવાની માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં મતદારોના વેરિફિકેશનને લગતી એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો અને કર્મચારીઓ અસહ્ય કામના ભારણ અને દબાણનો સામનો કરી રહ્યા છે. હજુ ગઈકાલે જ રાજયમાં એક બીએલઓએ કામના ભારણને કારણે આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. જેના ગણતરીના કલાકોમાં જ વડોદરામાં મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ થતા સમગ્ર રાજયમાં કર્મચારી આલમમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial