Advertisement
Author: નોબત સમાચાર

ધરારનગરમાં તરૂણીએ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ વ્હોરી લીધી આત્મહત્યા

પિતાનું પોલીસ દ્વારા લેવામાં આવ્યું નિવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં વસવાટ કરતા એક તરૂણીએ ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણથી ઓઢણી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. સારવારમાં ખસેડાયેલા આ તરૂણીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેણીના પિતાનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળના ધરારનગર-રમાં સાતનાલા પાસે વસવાટ કરતા રફીકભાઈ ગુલમામદ નાયાણી નામના પ્રૌઢના પુત્રી રોઝમીનબેન (ઉ.વ.૧૬)એ ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાધો હતો.

આ તરૂણીએ ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લીધાની જાણ થતાં તેમના પરિવારજનોએ રોઝમીનબેનને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યા પછી આ તરૂણીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પિતા રફીકભાઈએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ કે.એન. જાડેજાએ અપમૃત્યુ અંગે નોંધ કરી આ યુવતીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh