Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંતે ફલાય ઓવર બ્રિજના લોકાર્પણની તારીખ નક્કી થઈ ખરી...!
જામનગર તા. રરઃ આગામી તા. ર૪ અને સોમવારે રાજયના મુખ્યમંત્રી જામનગર આવી રહ્યા છે અને તેમના હસ્તે કુલ ૬૯ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
જામનગરમાં આગામી સોમવારે મુખ્યમંત્રીના હસ્તે પ૪ કામના ખાત મુહૂર્ત અને ૧પ કામનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જે કામના ખાત મુહૂર્ત થનાર છે તેમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના રૂ. ૩૩.૮૯ કરોડ, પશુપાલન (જિલ્લા પંચાયત) વિભાગના ૧૩ કામો રૂ. ૧પ.૬૩ કરોડ, માર્ગ-મકાન (પંચાયત) ના ૩૪ કામો રૂ. ૬૪.૦૩ કરોડ, પોલીસ વિભાગના એક કામ રૂ. ર૦.૩૬ કરોડ અને જિલ્લા આયોજન કચેરી હસ્તના એક કામ રૂ. ૦.૦૯ કરોડ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના એક કામ રૂ. ૦.૯૦ કરોડનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ૧પ કામના લોકાર્પણ થનાર છે. જેમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના સાત કામ રૂ. ૪૧૭.૩૩ કરોડ, મેડિકલ કોલેજ હસ્તકનું એક કામ રૂ. પ૪.૯૪ કરોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના ૪ કામ રૂ. ર.૦૪ કરોડ, સિંચાઈ વિભાગ (પંચાયત) બે કામ રૂ. ૧૩.ર૬ કરોડ અને જિલ્લા આયોજન કચેરી હસ્તકનું એક કામ રૂ. ૦.૦પ કરોડનો સમાવેશ થાય છે.
આમ મહાનગરપાલિકા હસ્તકમાં રૂ. ૪૧૭.૩૩ કરોડના સાત કામનું લોકાર્પણ અને રૂ. ૩૩.૮૯ કરોડના એક કામનું ખાત મુહૂર્ત થશે. અન્ય વિભાગના રૂ. ૧૦૧.૦૧ કરોડના પ૩ કામનું ખાતમુહૂર્ત અને રૂ. ૭૦.ર૯ કરોડના ૮ કામનું લોકાર્પણ મળી કુલ ૬૯ કામના રૂ. ૬રર.પર કરોડના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીના આગમનને અનુલક્ષીને સંબંધિત વિભાગનું તંત્ર વ્યસ્ત બન્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial