Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રાઝીલ સહિતના ૭ દેશોના જજોની ઉપસ્થિતિમાં
નવી દિલ્હી તા. ૨૨: નવા સીજેઆઈ સૂર્યકાંતનો શપથ સમારોહ ઐતિહાસિક રહેશે કારણ કે બ્રાઝીલ સહિત ૭ દેશોના જજો હાજર રહેશે.
ભારતીય ન્યાયતંત્રનો ઈતિહાસ સોમવારે (૨૪મી નવેમ્બર)ના રોજ એક અભૂતપૂર્વ અને રાજદ્વારી રીતે મહત્ત્વપૂર્ણ ક્ષણનો સાક્ષી બનવા જઈ રહૃાો છે. ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વભરના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો હાજરી આપશે.
'બાર એન્ડ બેન્ચ'ના અહેવાલ મુજબ, ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં વિદેશી ન્યાયિક પ્રતિનિધિઓ હાજર રહે તેવો આ પ્રથમ પ્રસંગ છે.
લાંબી અને પ્રતિષ્ઠિત ન્યાયિક કારકિર્દી પછી ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. વર્ષ ૨૦૧૯માં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ બનતા પહેલા, તેમણે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.
તેમના કાર્યકાળમાં મહત્ત્વપૂર્ણ બંધારણીય નિર્ણયો, ન્યાયિક સંસ્થાઓમાં સુધારા અને કાનૂની સહાય પ્રણાલીને મજબૂત બનાવવા માટેની પહેલો પર ધ્યાન કેન્દ્રિત થવાની સંભાવના છે.
ભારત સરકારે વિદેશી ન્યાયિક મહાનુભાવોની સંપૂર્ણ યાદી બહાર પાડી છે. જેમાં ભૂટાન, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, નેપાળ, શ્રીલંકા અને બ્રાઝિલના મુખ્ય ન્યાયાધીશો, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો અને તેમના પરિવારોનો સમાવેશ થાય છે. આ હાજરી ભારતીય ન્યાયતંત્રની વૈશ્વિક સ્થિતિ તો દર્શાવે છે, પરંતુ ભારતના ન્યાયિક અને રાજદ્વારી સંબંધો વચ્ચે વધતી જતી નિકટતાનો પણ સંકેત આપે છે.
આ દબદબાભર્યા સમારોહમાં ભૂટાનના મુખ્ય ન્યાયાધીશ; જસ્ટિસ લિયોનપો નોરબુ શેરિંગ અને તેમના પત્ની લ્હાડેન લોટે. કેન્યાની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને પ્રેસિડેન્ટ માર્થા કૂમે અને જસ્ટિસ સુસાન નજોકી ન્દુંગુ.મલેશિયાની ફેડરલ કોર્ટના જસ્ટિસ તાન શ્રી દાતુક નલિની પથમનાથન અને તેમના પતિ પશુપતિ શિવપ્રાગસમ. મોરેશિયસના મુખ્ય ન્યાયાધીશ બીબી રેહાના મુંગલી-ગુલબુલ અને તેમની પુભી રેબેકા હેન્ના બીબી ગુલબુલ. નેપાળના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ માન સિંહ રાઉત, ન્યાયાધીશ સપના પ્રધાન મલ્લા અને તેમના પતિ અશોક બહાદુર મલ્લા, સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને હાલમાં નેપાળ સરકારમાં કાયદા, ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી અનિલ કુમાર સિંહા અને તેમના પત્ની ઉર્સીલા સિંહા. શ્રીલંકાના મુખ્ય ન્યાયાધીશ પી. પદ્મન સુરાસેના અને તેમના પત્ની સેપાલિકા સુરાસેના, જસ્ટિસ એસ. થુરૈરાજા અને તેમના પત્ની શશિકલા થુરૈરાજા, જસ્ટિસ અહેમદ નવાઝ અને તેમના પત્ની રિઝાન મોહમ્મદ ધલિપ નવાઝ અને નેશનલ હાઈ કોર્ટ ઓફ બ્રાઝિલ, સુપિરિયર ટ્રિબ્યુનલ ડી જસ્ટિસિયાના મિનિસ્ટર એન્ટોનિયો હર્મન બેન્જામિન ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial